ઇઝી ક્રિએટ યોર વેબસાઈટ ઉપરનું શીર્ષક વાંચી તમારી વેબસાઈટ બનાવવામાં રસ પડ્યો? વેબસાઈટ બનાવવી છે, પણ વેબસાઈટ બનાવવી કેવી રીતે? કેટલો ખર્ચ થાય? જો આ સવાલ આપને થયો હોય તો તો આગળ વાંચો. વેબસાઈટ કેવી રીતે બનાવવી? આ સવાલને બાજુ પર રાખી, તે પહેલા ખર્ચની વિગત જોઈએ. વેબસાઈટ બનાવવાનો કોઈને ખર્ચ પૂછીશો (અથવા પૂછ્યો હશે) ઊંચા ભાવ સંભાળીને વેબસાઈટ બનાવવાનું પડતું મૂક્યું હશે, પણ ડોન્ટવરી! નીચેનો પ્લાન જોઈ જાવ પછી આપની વેબસાઈટ શરું કરો. તમારી વેબસાઈટની પાછળનું .in, .org, .com વગેરે રાખી શકો છો.
ઉપરોક્તમાંથી કોઈ એક પ્લાન પસંદ કરી સાવ ઓછા ખર્ચમાં તમારી વેબસાઈટ બનાવી શકો છો. બીજા સવાલ માટે એક પ્રતિ સવાલ પૂછું. તમને ફેશબુકમાં પોસ્ટ મુકતા આવડે છે? જો હા, તો તમારા માટે તમારી સાઈટ પર કામ કરવું સરળ છે. તેમ છતાં આ અંગે સરળતાથી સમજાવવામાં આવશે. દા.ત.
વગેરે તમે સરળતાથી કરી શકશો. જો તમે .in પસંદ કરશો તો માત્ર રૂ. 599 માં અનલિમિટેડ સ્પેશ સાથે સાઈટ શરું કરી શકશો. તેજ રીતે .org ના 799 અને .comના 1099 માં અનલિમિટેડ સ્પેશ સાથે સાઈટ શરું કરી શકશો. વધુ વિગત માટે સંપર્ક કરો Mo.No. 91 99091 74942 અથવા મેઈલ કરો. edu4gujarat@gmail.com |
રવિવાર, 27 મે, 2012
0
comments
| Reactions: |
શુક્રવાર, 11 મે, 2012
એજ્યુ સફર ડોટ કોમ
વાચક મિત્રો તમારા સાથ અને સહકારથી આમારી નવી વેબસાઇટ એજ્યુ સફર શરૂ થઇ ગઇ છે.
આ વેબસાઇટ પર મુલાકત લેવા એજ્યુ સફર ટીમ આપને ભાવ ભર્યું આમંત્રણ આપે છે. સાથે એજ્યુ સફરને શિક્ષણ/સમાજ ઉપયોગી બનાવવા એજ્યુ સફરને તમારા સૂચનો અને માર્ગદર્શનની જરૂર છે. તેથી તમારા સૂચનો એજ્યુ સફર ટીમને મોકલી આપવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે.
નોંધ – આપણી મુલાકાતો હવે નવા સરનામે એજ્યુ સફર પર થશે.આપનો સાથ અને સહકાર મળતો જ રહેશે એવો અમને વિશ્વાસ છે.
એજ્યુ સફર ડોટ કોમ
2
comments
| Reactions: |
રવિવાર, 29 એપ્રિલ, 2012
રાજા રવિવર્મા 29 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
મહાન ચિત્રકાર શ્રી રવિવર્માનો જન્મ 29/4/1848 ના રોજ કેરળના કિલિમનૂર ગામમાં થયેલો. પૂર્વભવના કોઇ સંસ્કારને બળે હોય કે ગમે તેમ પણ રવિવર્માને બાળપણથી જ ચિત્રો દોરવાનો શોખ. અભ્યાસમાંથી નવરો પડે એટલે એ નાનકડો કુમાર જમીન પર કે ભીંતો પર કોલસા વડે માતાના મુખે સાંભળેલા પૌરાણિક પાત્રોને જીવંત કરી દે. અઢારમાં વર્ષે ત્રાવણકોરની એક રાજકન્યા સાથે લગ્ન થયું. હવે તેમને તૈલચિત્રો બનાવવાની હોંશ જાગી. ભારતભરમાં ભરાતા ચિત્રપ્રદર્શનોમાં રવિવર્માની કલાકૃતિ હંમેશા હોય જ, એટલું નહીં પારિતોષિક પણ એમને જ મળતા. જગવિખ્યાત ચિત્ર ‘શકુંતલા-પત્રલેખન’ દ્વારા તો શકુંતલાની રમણીય મીઠી મૂંઝવણને શાશ્વત બનાવી દીધી. વડોદરા નરેશ સયાજીરાવે દરબારમાં બે વર્ષ રાખી તેમની પાસે ચૌદ પૌરાણિક પ્રસંગોનાં ચિત્રો દોરાવ્યાં હતાં. આપણે જે લક્ષ્મી, સરસ્વતી, વિષ્ણુ, ગણપતિ કે કૃષ્ણના જે સ્વરૂપના દર્શન કરીએ છીએ તે મૂળ તો રવિવર્માના મોડેલ હતા. તેઓ ભારતીય ધર્મગ્રંથોનો જો ઊંડાણથી અભ્યાસ કરીને પોતાની ચિત્રકારીને ચાર ચાંદ લગાવવામાં જાન રેડી દેતા. રવિવર્માની કદરરૂપે બ્રિટિશ સરકાર તરફથી તેમને ‘કૈસરેહિંદ’ નો ઇલકાબ મળ્યો હતો. 500 જેટલાં ચિત્રોનો સંગ્રહ ભેટ ધરી 58 વર્ષની વયે ઇ.સ.1906 માં આપણાં સાચા કલાકારનું અવસાન થયું. આજની કલાપદ્ધતિઓના તેજવલયોમાં પણ રાજા રવિવર્માની કલાને ભૂલી શકાય એમ નથી.
0
comments
| Reactions: |
ગગનવિહારી મહેતા 28 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
ગગનવિહારી મહેતા 28 એપ્રિલ
પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો. એમના પિતામહ શામળદાસ ભાવનગર રાજયના દીવાન હતા. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઇ હતી. તેનનો ગુજરાતી હાસ્યસંગ્રહ ‘આકાશના પુષ્પો’ પ્રગત થયેલો. અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા. ત્યારબાદ અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂક થઇ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી જાહેર જીવનમાં અનેક મહિમાવંત પદો તેમણે શોભાવ્યા. પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જાહેર કરવામાં એમને કદી સંકોચ થતો નહોતો. લેખનકળા અને વકતૃત્વકળાના તો તેઓ ‘બેતાજ બાદશાહ’ હતા. 28/4/1974 ના રોજ તેમનું અવસાન થતા સમકાલીન ભારતીય સમાજમાંથી એક સમૃદ્ધ વ્યક્તિત્વ અદ્દશ્ય થયું.
0
comments
| Reactions: |
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
ડૉ.મણિભાઇ દેસાઇ 27 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
ગાંધીયુગના મહામૂલા રત્ન ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ 27/4/1920 ના રોજ સુરત પાસેના કોસમાડ ગામે થયો હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા. માત્ર પચીસ વર્ષની વયે જ બાપુના રંગે રંગાઇ ગયા. બાપુએ તેમને સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યાં. એમણે સમાજસુધારાનું કામ પણ આદર્યું. ઉરુળી જેવા ગામમાં કામ માટે જીવન સમર્પિત કરવાનો મણિભાઇએ મનોમન નિર્ણય કર્યો અને ગાંધીજીના ખોળામાં માથુ મૂકીને એ બોલ્યા ‘બાપુજી મારી રાખ ઉરુળી કાંચનમા પડશે, એ મારી પ્રતિજ્ઞા છે.’ પછી તો લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ, પડતર જમીનનો વિકાસ, શિક્ષણ વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. ગાંધીજીની સૂચનાથી ગૌશાળા વિકસાવવા એમણે ગાયના શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ડેન્માર્કથી 200 જેટલી વાછરડીઓને લાવ્યા અને સંકર ગાયોનું સંવર્ધન કરી ખરા અર્થમાં ગાયોને કામધેનુ બનાવી. બાયફ સંસ્થા દ્વારા કૃષિવિદ્યા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન, પશુ સંવર્ધન વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો એમણે ચલાવ્યા. મણિભાઇ મેગ્સેસે એવોર્ડના નાણાંમાંથી ‘બાયફ’ જેવું અખિલ વિશ્વ કક્ષાનું ફાઉન્ડેશન ઊભું કરવાની અને એવોર્ડના નાણા તેમાં ફંડ તરીકે આપવાની જાહેરાત પણ કરી હતી. મણિભાઇઅનું ઇ.સ.1993 માં 73 વર્ષની વયે ઉરુળીમાં અવસાન થયું. મણિભાઇ માત્ર ‘મણિ’ જ નહોતા, એ ‘ભારતરત્ન’ હતા.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)