Follow US

Responsive Ad

સ્માઇલ ‍પ્લિઝ


કમલેશ ઝાપડિયા


અક દિવસ અખતરો કરી જુઓ. જરૂર તમને એનું પરિણામ મળશે. સ્મિતથી મન હળવું, ચિંતામુક્ત બનશે. હસમુખો ચહેરો બધાને ગમે છે. સૌ કોઇને આનંદ આપે છે. સાથે બીજા પણ થોડી હળવાશ અનુંભવે છે.
મનનાં વિચરોનો ધસમસતો એક બીનજરૂરી પ્રવાહ પસાર થઇ રહ્યો હોય ત્‍યારે વચ્‍ચે એક સ્મિત કરવાથી આ પ્રવાહમાં બદલાવ આવે છે. અથવા તેની ગતી ધીમી થાય છે. મન પર બોજ હળવો થાય છે. બીન જરૂરી વિચારોના પ્રવાહમાં સ્મિતથી થોડી શુધ્ધતા  આવે છે. ભલે આ પરિવર્તન થોડું હોય છે પણ અસરકારક હોય છે.
સ્મિત બીજા સાથે જ કરી શકાય તેવી માન્‍યતાને એક બાજુ રાખી આપણી જાત સાથે સ્મિત કરી શકાય. વારંવાર મુસ્‍કરાહટ કરી શકાય. કોઇ પણ કામ કરતાં કરતાં આ કામ ખૂબજ સરળતાથી કરી શકાય. આપણે ક્મ્યુટરમાં રિફ્રેશ કરીએ છીએ તેવું આ સ્‍માઇલ કામ આપશે. આ રીતે વારંવાંર સ્મિત કરવાથી એક નવી તાજગી બક્ષશે.
સ્મિતની આ વાત સમજવી અને અમલ કરવી ખૂબજ સરળ છે. પરિણામ પણ સરસ મળશે. તો ચાલો મારા તરફથી એક વાત.............સ્માઇલ ‍પ્લિઝ.

ટિપ્પણી પોસ્ટ કરો

7 ટિપ્પણીઓ