Follow US

Responsive Ad

પન્નાલાલ ઘોષ 20 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
બાંસુરીના સંગીતસ્વામી પન્નાલાલ ઘોષનો જન્મ ઇ.સ.1911 માં પૂર્વ બંગાળના બારિસાલ મુકામે થયો હતો. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે લગની, વળી વારસામાં જ સાંગીતિક વાતાવરણ મળ્યું. ન્યૂ થિયેટર્સ ની પ્રખ્યાત ચિત્રપટ સંસ્થામાં પાશ્વસંગીત માટેના વાદ્યવૃંદમાં જોડાઇ ગયા. જુદા જુદા કલાગુરુઓ પાસેથી સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી. દરમિયાન તેઓ કલકત્તાના આકાશવાણી વિભાગમાં આર્ટિસ્ટ તરીકે જોડાયા. ગાંધીજી પણ પન્નાલાલના બંસીવાદનથી મુગ્ધ થયા હતા. પોતાના હસ્તાક્ષરમાં પ્રમાણપત્ર આપ્યું: બંસી બહુત મધુર બજાઇ સાચા સૂરવાળી વાંસળી બનાવવા માટે તેઓ સ્વયં કાળજી લેતા, શાસ્ત્રીય સંગીતના અંગોની રજૂઆત તેમણે વાંસળીમાં જ કરવા માંડી. ખયાલ, ઠુમરી, ખટક, મુરકી વગેરે રાગો ઉતારી વાંસળીમાં આ બધું વાગી શકે તે તેમણે સાબીત કર્યું. હાથની આંગળીઓ પર સોજા આવી જાય તો પણ પોતાની સાધના ચાલુ રાખતા. શાસ્ત્રીય સંગીતમાં પણ મહાન ઉસ્તાદોની નજરમાં બંસરીને આદરપાત્ર બનાવનાર પન્નાલાલ ઘોષ 20/4/1960 ના રોજ સંગીતની મહાજયોતમાં વિલીન થઇ ગયા. પન્નાલાલ ભલે દેહે મૃત્યુ પામ્યા છે પણ સૂર દેહે અમર થયા છે. તેઓ કહેતા પૂર્ણતા એટલે પ્રભુપ્રાપ્તિ, તેથી હું વાંસળીમાં પૂર્ણતા પામવા ઇચ્છું છું. ઇશ્વરની જરા સરખી પણ જયોત જોવા મળી જાય તો જીવન સફળ બને અને એ જ મારું જીવનધ્યેય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ