ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 1 to 5
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા Đ4;રંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
1. શક્તિ સુત્ર
¨ એકટીવિટીનુ નામ :- શક્તિ સુત્ર
¨ વિષય :- સંકલ્પ સિધ્ધી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમ બાળકોનો સર્વાંગી વિકાસની સંકલ્પ સિધ્ધી માટે
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- બંન્ને હાથ ખંભા પર રાખી હ્યદયપૂર્વક,દ્રઢ મનોબળ તેમજ સાવધાની પૂર્વક દ્રઢ સંકલ્પ સાથે બાળકોને શક્તિસૂત્ર બોલાવવુ
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ
¨ સમય :- 2 મિનીટ
2. સ્વપ્નની વાત
¨ એકટીવિટીનુ નામ :- સ્વપ્નની વાત
¨ વિષય :- સ્વપ્ન સિધ્ધી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં બાળકોને આવતા સારા સ્વપ્ન-સંક્લ્પ સિધ્ધી માટે
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રાર્થના કાર્યક્રમમાં બાળકોને સારા સ્વપ્નમાં આવતી સારી ઘટના વાત સમુહમા કહેશે.શાળામા બાળકોની કલ્પના ઉંચા સ્વપ્ના જોવા તેમજ સારા કાર્યો કરવાની પ્રેરણા આપવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 2 થી 4 મિનિટ
3. વાવડ
¨ એકટીવિટીનુ નામ :- વાવડ
¨ વિષય :- સમાચાર ઘટના
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં નવીન બનાવો ઘટતી ઘટનાઓની જાણકારી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રાર્થનામા સમુહમા બાળકો ટી.વી.,છાપા,રેડિયો કે મુક વાચકો દ્રારા સાંભળે/જોયેલ ઘટના કે બનાવો કહેશે.તેમજ પોતાના ઘર,કુટુંબ.ગામ,સગા સંબંધીઓના નવીન વાવડ કહેશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 2 મિનિટ
4. જન્મદિન ઉજવણી(ભારતીય સંસ્કૃતિ મુજબ)
¨ એકટીવિટીનુ નામ :- જન્મદિન ઉજવણી(ભારતીય સંસ્કૃતિ મુજબ)
¨ વિષય :- જન્મદિવસ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રાર્થના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોત પોતાના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પ્રાપ્તી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થના દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ગાયત્રી મંત્રોના ઉચ્ચારણ દ્રારા અને દરેક બાળકોની લાગણી પ્રેમભાવ જે બાળકનો જન્મદિવસ હોય તેના તરફ સહ્રદયે જન્મદિવસની શુભેચ્છા કાર્ડ આપીમીઠ મોં કરાવશે.અને બાળકો તથા શિક્ષકોના જન્મદિન ઉજવશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- જન્મદિન શુભેચ્છા કાર્ડ(બાળકોએ બનાવેલુ કંકુ,ચોખા,ચોકલેટ)
¨ સમય :- 2 મિનિટ
5. ક્વિઝ કોન્ટેસ્ટ
¨ એકટીવિટીનુ નામ :- ક્વિઝ કોન્ટેસ્ટ
¨ વિષય :- જનરલ નોલેજ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વિવિધ ક્ષેત્ર વિષય તેમજ બહારની દૂનિયાનુ સામાન્ય જ્ઞાનની જાણકારી.
¨ એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા તેમજ વર્ગખંડમાં
¨ એકટીવિટી પધ્ધતિ :- વર્ગમા કે સમુહ સેશનમા બે કે ચાર જુથમા બાળકોને વિવિધ પ્રકારે બે ત્રણ કે પાંચ રાઉન્ડમા પ્રશ્નો પૂછવા તેમજ એક બાળક પ્રશ્ન પૂછે જે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપે તે ફરી પ્રશ્ન પૂછે આરીતે જવાબ આપનાર પ્રશ્ન પૂછતા જાય.બે ત્રણ પ્રકારે ક્વિઝ કોન્ટેસ્ટ ગોઠવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડ પેપર,ચોક,બોર્ડ,સ્કોર બોર્ડ
¨ સમય :- 2 મિનિટ
ટિપ્પણી પોસ્ટ કરો
2 ટિપ્પણીઓ
REALLY GOOD
જવાબ આપોકાઢી નાખોthis one is a good site for teacher as well as for the students of ptc and B.Ed
જવાબ આપોકાઢી નાખો