Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 6 to 10


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.

Bhavesh Dadhaniya



6. હાજરી કાર્ડ
¨  એકટીવિટીનુ નામ :- હાજરી કાર્ડ
¨  વિષય :- સ્થાયીકરણ (વ્યક્તિગત)
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- જે તે વર્ગમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત હાજરી વધારવા માટે.
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટમાંથી 2 × 3 ઇંચનુ હાજરીકાર્ડ બનાવી તેમા બાળકનુ નામ.ધોરણ,વર્ગ,તારીખ વગેરે લખવુ એક માસમા સૌથી વધુ હાજરી આપી હોય તેમને માસને અંતે એક હાજરી કાર્ડ  આપવુ,વર્ષના અંતે જે  તે વર્ગ ધોરણમા બાળકો પાસેથી  વધુ કાર્ડ ભેગા થાય તેને  શાળાના રાષ્ટ્રીયતહેવાર કે પ્રવેશોત્સવ ઉજવણી વખતે પ્રોત્સાહીત કરવા. 
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ માર્કર પેન
¨  સમય :- 1  કલાક


7. સ્વચ્છતા કાર્ડ
¨  એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા કાર્ડ
¨  વિષય :- સ્વચ્છતા(વ્યક્તિગત)
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- જે તે વર્ગમાં વિદ્યાર્થીની વ્યક્તિગત સ્વચ્છતા(શરીર,ડ્રેસ,દફતર)વધારવા.
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- જે તે વર્ગમા બાળક વ્યક્તિગત સ્વચ્છ થઇ આવે તેમને માસને અંતે સ્વચ્છતા કાર્ડ આપવુ.વર્ષમા  જે બાળકો  પાસેથી  વધુ કાર્ડ ભેગા થાય તેવા બાળકોને સમુહમા પ્રોત્સાહિત કરવા (બાળકોની વ્યક્તિગત સ્વચ્છતામા સ્વચ્છ ગણવેશ,દાંત,નખ,વાળ વગેરેને ધ્યાનમા લેવા)
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ માર્કર પેન
¨  સમય :- -

8. હાજરી ધ્વજ
¨  એકટીવિટીનુ નામ :- હાજરી ધ્વજ
¨  વિષય :- સ્થાયીકરણ (સામુહિક)
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- શાળા સંકુલમાં જે તે વર્ગની સામુહિક હાજરીમા વધારો કરવા.
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- જે શાળાના જે તે ધોરણના વર્ગમા સૌથી વધુ બાળકોની હાજરી હોય તે દિવસે આખો દિવસ તેવર્ગમા  હાજરી ધ્વજ રાખવો. જે  રંગીન કાપડમાંથી બનાવેલ હોય અને તે દિવસ સમરીબુકમાટીકમાર્ક કરી નોંધ કરવી માસના અંતે જે વર્ગમા વધુ હાજરી રહે તે વર્ગને પ્રોત્સાહિત કરવા.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંસની સ્ટીક,ધ્વજ માટે રંગીન કાપડ,કલર
¨  સમય :- -

9. સ્વચ્છતા ધ્વજ
¨  એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા ધ્વજ
¨  વિષય :- સ્વચ્છતા(સામુહિક)
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- શાળા સંકુલની તેમજ ધોરણવાર વર્ગની સામુહિક સવચ્છતામાં વધારો કરવા.
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- શાળામા જે દિવસે જે  તે વર્ગના  વિદ્યાર્થીઓ વર્ગમા સ્વચ્છ  જણાય  તે દિવસે  આખો દિવસસ્વચ્છતા ધ્વજ રાખવો,આમ માસના અંતે સૌથી વધુ સ્વચ્છતા ધ્વજ હોય તે વર્ગના બાળકોને સમુહમા પ્રોત્સાહિત કરવા.( સ્વચ્છતામા બાળકોનો ગણવેશ,દફતર,સાધનો,બેઠક વ્યવસ્થા,વર્ગની સ્વચ્છતા ધ્યાનમા રાખવી)
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંસની સ્ટીક,ધ્વજ માટે રંગીન કાપડ,કલર
¨  સમય :- -


10.  મારૂ કાર્ડ
¨  એકટીવિટીનુ નામ :- મારૂ કાર્ડ
¨  વિષય :- સ.ઉ.ઉ.કા.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકોની વિવિધ રૂચિ,પસંદગી,સ્વાતંત્ર્યતા અને દિલ/મનની વાત જાણવા.
¨  એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટ કે  અન્ય કાર્ડ પેપરમાથી 10×10 ઇંચના માપનુ કાર્ડ બનાવી કાર્ડ ઉપર મારૂ કાર્ડલખવુ આ કાર્ડમા દરેક બાળક પોતાનુ આખુ નામ.ધોરણ.ઉમર,કુટુંબના સભ્યોના નામ,ગામનુનામ તેમજ મનપસંદ વાનગી,કલર,વૃક્ષ,મિત્ર,શોખ તેમજ મહેચ્છા લખીશુ.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ શીટ,સ્કેચ પેન,કાર્ડ પેપર.
¨  સમય :-

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ