Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 51 to 55


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya

51. ગુરૂ શિષ્યના સંબંધો
¨  એકટીવિટીનુ નામ :- ગુરૂ શિષ્યના સંબંધો
¨  વિષય :- વર્ગકાર્ય + ઉપચારાત્મક કાર્ય.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- જે વર્ગમા વધુ બાળકો હોય,એક શિક્ષક પાસે વધારે વર્ગ હોય ત્યારે હોશિયાર વિદ્યાર્થા નબળા વિ.ને શીખવતા થાય
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ:-જે બાળકો વધારે હોય-શિક્ષકોની ઘટ હોય તે સમયે આ પ્રવૃતિ કરી શકાય-જે તે વર્ગમા હોશિયાર બાળગુરૂનો દરરજો આપી ભણનાર બાળકો તેમના શિષ્યો બને.ગુરૂ ભણાવે-પ્રવૃતિ  કરાવે આ રીતેબાળકો જ ગુરૂ અને શિષ્ય બને.અધ્યાયન /અધ્યાપન કાર્ય કરે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 1 to 30  મિનીટ

52. નાટ્યકરણ દ્વારા અધ્યયન.

¨  એકટીવિટીનુ નામ :- નાટ્યકરણ દ્વારા અધ્યયન.
¨  વિષય :- તમામ વિષય એકમ પાત્રો
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકો ચિરંજીવી શિક્ષણ કેળવે,ગમ્મ્ત સાથે જ્ઞાન કેળવે,હાવભાવ ચારિત્ર્ય નિર્માણ માટે
¨  એકટીવિટી ડ્યુરેશન :- સમયાનુકુલ
¨  એકટીવિટી પધ્ધતિ :- બાળકોને વિવિધ વિષયના એકમને અનુરૂપ પાત્રો આપી સંવાદ સાથે નાટક ભજવવા કેળવવા અથવા જે તે નાટયીકરણના પાત્ર ભજવીને નાટક દ્વારા ભજવીને એકમ વિષય શીખી/શીખવી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ મ્હોરા,નાટયીકરણ માટેની વેશભુષા,ડ્રેસ સાધનો.
¨  સમય :- Depend On Time

53. જ્ઞાનતરંગ અને લાલતરંગ સંપાદન
¨  એકટીવિટીનુ નામ :- જ્ઞાનતરંગ અને લાલતરંગ સંપાદન.
¨  વિષય :- બાલસાહિત્ય
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકોને એકસાથે પ્રાર્થના,ગીત,ઉખાણા,કોયડા,જનરલ નોલેજ વગેરે 20 વિભાગમાંથી વાકેફ કરવા. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- બાળકો અને શિક્ષકોને અભ્યાસની સાથે સાથે સહાભ્યાસીક પ્રવૃતિઓમા ઉપયોગી આવી શકે તેમજ જનરલ નોલેજ વધારી શકે આ માટે આ રીતના બાલ સાહિત્યનુ સંકલન/સંપાદન/ લેખનનો પ્રોફીટનો લોસ પર કરી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-બાલતરંગ:બાળકો શિક્ષકો માટે સંદર્ભ જ્ઞાનતરંગ:જન.નોલેજના પ્રશ્નોનુ સંદર્ભગ્રંથ
¨  સમય :- Daily

54. મિરર ગેઇમ્સ.

¨  એકટીવિટીનુ નામ :- મિરર ગેઇમ્સ.
¨  વિષય :- એકાગ્રતા + રિલેક્ષ માટે  
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- વર્ગ વ્યવસ્થા તથા વિષય અનુસંધાન તેમજ વર્ગમા ફ્રેશ કરવા માટે
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- બે બાળકો સામ સામા ઉભા રાખવા.એક બાળક અરિસો બને તેની સામે બીજો બાળક અરીસા  સામે ઉભો રહી વિવિધ એકશન/ક્રિયાઓ કરે,અરીસો બનનાર બાળક સામે તેજ ક્રિયાનુ રીફલે-  કશન કરશે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 1 to 10  મિનીટ

55. કલેપ ગેઇમ્સ.

¨  એકટીવિટીનુ નામ :- કલેપ ગેઇમ્સ.
¨  વિષય :- શા.શિ.+એકાગ્રતા
¨  ધોરણ વિભાગ :- 1 થી 4
¨  હેતુ :- શ્રવણ કથન સિધ્ધી માટે તેમજ વર્ગમા સંગીન વાતાવરણ ઊભુ કરવા માટે
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- ત્રણ ત્રણ ની ત્રણ વખત તાલી પાડી તાલમા તાલી પાડવી વિવિધ એકસનથી તાલી પાડતા  શીખવી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 1 to 5  મિનીટ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ