ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 36 to 40
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
36. વાંચન ક્વિઝ
¨ એકટીવિટીનુ નામ :- વાંચન ક્વિઝ
¨ વિષય :- વાંચન ક્ષમતા સુધારણા
¨ ધોરણ વિભાગ :- 2 થી 7
¨ હેતુ :- બાળકોની વાંચન ક્ષમતા સુધારવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-જે તે વિષયોનુ શિષ્ટવાંચન આદર્શ વાંચન કરાવવા માટે પ્રેરવા એક પેરેગ્રાફ કે પેઇજ એક પછી એક બધા બાળકોને વંચાવવા આદર્શ વાંચનની હરીફાઇ રાખવી,શ્રેષ્ઠ વાંચન કરનાર બાળકને પ્રોત્સાહનઆપવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વાંચન માટેના વિવિધ સાહિત્યીક પુસ્તકો વાર્તા + જ્ઞાનવર્ધક સામાયિકો.
¨ સમય :- 5 to 25 મિનીટ
37. ઓડિયો-વિડિયો રેડિયો વિઝ્યુલ દ્વારા શિક્ષણ
¨ એકટીવિટીનુ નામ :- ઓડિયો-વિડિયો રેડિયો વિઝ્યુલ દ્વારા શિક્ષણ
¨ વિષય :- ઇતિહાસ ,ભૂગોળ,વિજ્ઞાન,પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ સમય :-
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-
¨ હેતુ :- બાળકોને દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા ચિરંજીવી શિક્ષણ આપવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- શાળામા ઓડિયો કેસેટ,સી.ડી. બાળકોને સંભળાવીએ,શૈક્ષણિક વિડિયો ફિલ્મ બતાવવા,દેશભક્તિ ના ગીતો,બાલગીતો,વાર્તા વગેરેનુ દ્રશ્ય.શ્રાવ્ય સાધનો દ્વારા અધ્યન / અધ્યાપન કાર્ય કરાવવુ યુનિસેફની સી.ડી.,મીની ફિલ્મ,વ્યસનમુક્તિની સી.ડી.,પંચતંત્રની સી.ડી.,કોમ્પ્યુટર કે ટી.વી દ્વારા બનાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટી.વી.+સી.ડી.+ટેપ+રેડિયો+કેસેટ+કોમ્પ્યુટર
¨ સમય :- 5 to 30 મિનીટ
38. ગ્રહમાળા
¨ એકટીવિટીનુ નામ :- ગ્રહમાળા
¨ વિષય :- વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- બાળકોને સૂર્ય,પૃથ્વી,ગ્રહોની કાયમી જાણકારી ,માહિતી આપવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- સુગરીના દશ માળા લઇ રંગવા,દરેક માળાને એક એક ગ્રહનુ નામ ડ્રોઇંગ સીટની કાપલીથી નવગ્રહના નામ લખવા શાળાની છત પર લગાવી દેવા વચ્ચે સૂર્યરૂપી માળો લગાવવો નવ-ગ્રહની અને સૂર્યની દરેક ગ્રહમાળામા માહિતી લખવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સુગરીના માળા,લીંડીની માળા ડ્રોઇંગ સીટ
¨ સમય :- Daily
39. સુત્રો દ્વારા એકમ સમજૂતી
¨ એકટીવિટીનુ નામ :- સુત્રો દ્વારા એકમ સમજૂતી
¨ વિષય :- સમાજવિદ્યા,વિજ્ઞાન,પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- બાળકોને ગોખણપટ્ટી દૂર કરી સરળતાથી તે યાદ રહે તે હેતુસર.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- પ્રત્યેક વિષયના અમુક એકમના ટૂંકા સૂત્રો યાદ રાખી તેમના દ્વારા સમજણ આપવી અને જાતે સૂત્રો પણ બનાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પેન,કાગળ,ડ્રોઇંગસીટ,સ્કેચપેન.
¨ સમય :- 1 to 5 મિનીટ
40. ખાસ દિવસોની ઉજવણી(સ્પેશ્યલ ડે સેલીબ્રેટ)
¨ એકટીવિટીનુ નામ :- ખાસ દિવસોની ઉજવણી(સ્પેશ્યલ ડે સેલીબ્રેટ)
¨ વિષય :- સ.ઉ.ઉ.કા. + સ્પે.ડે. ઉજવણી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ:-શિક્ષક દિન,યુવા દિન,બાલ દિન,પર્યાવરણ દિન,તમાકુ દિન એઇડ્સ દિન વગેરે ખાસ દિવસોની જાણકારી મેળવે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- દિન મહિમા અનુરૂપ
¨ એકટીવિટી પધ્ધતિ :- શિક્ષકદિન,શહિદદિન,પર્યાવરણદિન,એઇડ્સ દિન,વિજ્ઞાનદિન,અંધજનદિન વગેરે જેવા સ્પે.દિવસોનુ મહત્વ સમજાવવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દિવસની ઉજવણી પ્રમાણે સામગ્રી+વિવિધ દિવસોનુ મહત્વ દર્શાવતુ સાહિત્યગ્રંથ.
¨ સમય :- Depend On Time
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ