ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 81 to 85
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
81. પ્રવાસ+પર્યટન+પિકનીક ટુર
¨ એકટીવિટીનુ નામ :- પ્રવાસ+પર્યટન+પિકનીક ટુર
¨ વિષય :- રસ રૂચી વલણ કલ્પના+પ્રવાસના સ્થળોની માહિતી માટે
¨ ધોરણ વિભાગ :- 3 થી 7 બાળકો માટે
¨ હેતુ :- પ્રવાસ દ્વારા બાળકોની કલ્પના,જિજ્ઞાસા,જ્ઞાનવૃદ્ધિ,અવલોકનશક્તિ તેમજ આનંદદાયી શિક્ષણ પ્રાપ્ત કરવા,મિત્રભા,શિસ્ત,સહનશીલતા વિકસાવવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- મેદાન+શા.શિ.તાસમા
¨ એકટીવિટી પધ્ધતિ :-શાળા ગામના વાતાવરણ મુજબ વર્ષમા કે સત્રમા એકવાર નજીકના સ્થળે એક દિવસનુ પિકનીકનુ આયોજન તેમજ વર્ષમા એક શૈક્ષણિક પ્રવાસનુ આયોજન ખાતાકીય મંજુરી લઇ કરવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 20 મિનીટ
82. સ્વરની રમત અ...આ....એ....ઔ
¨ એકટીવિટીનુ નામ :- સ્વરની રમત અ...આ....એ....ઔ
¨ વિષય :- કથન શ્રવણ,મુળાક્ષરો,શા.શિ.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- શ્વાસોશ્વાસની ક્રિયાને સુધારવા+સ્પષ્ટ ઉચ્ચારણ માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સત્ર દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :-વર્તુળમા બાળકોને બેસાડવા એક પછી એક બાળક અ..આ..ઉ..ઉ.. એવા સ્વર એકી શ્વાસે બોલતુ જવુ અને વર્તુળમા રાઉન્ડ મારતા જવુ જ્યા શ્વાસ લેવાઇ જાય ત્યા આઉટ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- Yearly
83. પાણી જ જીવન સરવાણીની રમત(પાણીની બચત કરવાની સમજણની રમત)
¨ એકટીવિટીનુ નામ :- પાણી જ જીવન સરવાણીની રમત(પાણીની બચત કરવાની સમજણની રમત)
¨ વિષય :- પર્યાવરણ+વિજ્ઞાન પાણીની સમસ્યા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પાણીનો બગાડ કઇ રીતે થાય છે? તેના કારણો ઉપચાર જાણવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક હારમા સાત આઠ વિદ્યાર્થીને ખાલી વાટકી લઇ ઉભા રાખવા,પ્રથમ બાળકે શરૂ કરી એક એક ચમચી પાણી પસાર કરતા જશે અને છેલ્લા બાળકના ગ્લાસમા કેટલુ પાણી પહોંચ્યુ તેનુ અવલોકન કરવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ગ્લાસ,ચમચી,વાટકી,પાણી.
¨ સમય :- 10 થી 20 મિનીટ
84. સબસે બડા નામ
¨ એકટીવિટીનુ નામ :- સબસે બડા નામ
¨ વિષય :- વર્ગવ્યવસ્થા+તરંગ ઉલ્લાસ
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- વર્ગ વ્યવસ્થામા તેમજ તરંગ ઉલ્લાસમય શિક્ષણમા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-વર્ગમા દરેક બાળકો પોતપોતાના નામ લખેલ પાંચ ચિટ્ટી ત્યારબાદ એક થેલીમા બધી ચિટ્ટી ભેગી કરી ફરી દરેકને પાંચ પાંચ ચિટ્ટી દેવી સૌથી પહેલા પોતાના નામની ચિટ્ટી ભેગી કોણ કરી લઇ આવે તે પ્રથમ ત્યારબાદ બીજા નંબરે વિજેતા જાહેર કરવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રંગીન કાગળ.
¨ સમય :- 30 મિનીટ
85. જો હુ ....તો....હુ...
¨ એકટીવિટીનુ નામ :- જો હુ ....તો....હુ...
¨ વિષય :- પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 2 થી 7
¨ હેતુ :- વ્યવસાયીકો,કારીગરોની ફરજ અને કામગીરીની જાણકારી મેળવવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક વિભાગની ચિટ્ટીમા કારીગરોના નામ લખવા,બીજા વિભાગમા દરેક કારીગરોની કામગીરી લખવી,ક્રમશ: બાળક એક વિભાગની ચિટ્ટી વાંચી બીજા જુથને વાંચશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ,રંગીન પેન
¨ સમય :- 10 મિનીટ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ