Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 21 to 25


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya

21. વ્યસનમુક્તિ અભિયાન

¨  એકટીવિટીનુ નામ :- વ્યસનમુક્તિ અભિયાન
¨  વિષય :- વ્યસન મુક્તિ
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકોમા શિક્ષકોમા,યુવાનોમા,વડિલોમા વ્યસનથી દૂર રહેવાની સમજણ કેળવણી. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વાલી મિટિંગ+વિજ્ઞાન પ્રદર્શન+બાલ મેળામા+રંગ મેળામા
¨  એકટીવિટી પધ્ધતિ :- શાળામા કે જાહેર સ્થળોએ કાયમી ધોરણે વ્યસન અંગેના ચાર્ટ,સુત્રો,પોસ્ટર  લગાવવા, સ્લાઇડ શો,સી.ડી.નિદર્શન દ્વારા વ્યસનની ભયાનકતા જણાવવી. વિજ્ઞાનપ્રદર્શન,બાલ- મેળામા સ્ટોલ રાખી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વ્યસનમુક્તિના ચાર્ટ,બેનર,સી.ડી.સ્લાઇડ,વ્યસનમુક્તિની ટેબ્લેટસ,મુખવાસ,ડ્રોપ્સ.
¨  સમય :- Depend On Time Daily

22. સ્વચ્છતા અભિયાન
¨  એકટીવિટીનુ નામ :- સ્વચ્છતા અભિયાન
¨  વિષય :- સ્વચ્છતા + સુઘડતા
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- શાળાની તેમજ આસપાસની વિ.ની વ્યક્તિગત સ્વચ્છતા સુઘડતાની ટેવ કેળવવા. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- શાળા સમય બાદ અને ઋતુઅનુસાર
¨  એકટીવિટી પધ્ધતિ :- શાળામા શાળા આસપાસ બાળકો સ્વચ્છતા અંગેના  ભીંતસુત્રો લખે,વર્ષમા બે ત્રણ વાર  સ્વચ્છતા રેલી કાઢવી ,સ્વચ્છ પાણી ,સ્વચ્છ પોશાક , સ્વચ્છ હવા અંગેના પોસ્ટરો સુત્રો મૂકી,સમુહ સફાઇ બાળકો દ્વારા કરી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સફાઇના સાધનો,સ્વચ્છતા સુત્રો.
¨  સમય :- Depend On Time Daily

23. પપેટ શો

¨  એકટીવિટીનુ નામ :- પપેટ શો
¨  વિષય :- વિષયવસ્તુના પાત્રો ઘટના
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- વિવિધ વિષયોન પાત્રો,ચારિત્ર્ય નિર્માણ,નૈતિક શિક્ષણ,ઘટનાગત માહિતી આપવા. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા + વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ પ્રકારના પપેટ તેમજ મ્હોરા દ્વારા જુદાજુદા એકમોના પાત્રો,પપેટ દ્વારા બાળકો પપેટ શો કરે,પપેટ દ્વારા પ્રેરણાયી સુત્રો,વકતવ્ય,સંદેશા આપી શકાય,વિષયના એકમો કે પાત્રોના હોય તે પાઠ પપેટ દ્વારા સમજાવી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-ફીંગર પપેટ.સ્લો પપેટ,મુખોટા પપેટ તેમજ વિવિધ પાત્રોની સંક્રિપ્ટ,પડદો.સીસોટી
¨  સમય :- 10 to 30 miniute

24. રેડિયો કલબ
¨  એકટીવિટીનુ નામ :- રેડિયો કલબ
¨  વિષય :- શૈક્ષણિક માહિતી
¨  ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨  હેતુ :- પ્રાંત રાજય દેશ-વિદેશની ઘટના સમાચાર+શૈક્ષણિક માહિતી(શ્રાવ્ય) જાણકારી. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- રેડિયો સ્ટેશન સમયપત્રક મુજબ.
¨એકટીવિટી પધ્ધતિ :- રેડિયોના વિવિધ સ્ટેશનોમા આવતી સાંભળવા જેવી માહિતીનુ સંકલન કરી માહિતીલક્ષી કાર્ય- ક્રમો જ જોવા તે અંગે ટી.વી.કાર્યક્રમની સમયપત્રિકા સ્ક્રીપ્ટ આપી સારા પ્રોગામની વાત પ્રાર્થ- નામાં કે બાલસભામા કરી શકાય.
¨સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રેડિયો,રેડિયાના સ્ટેશન કાર્યક્રમની સુચી.
¨સમય :- Depend On Time

25. ટી.વી.કલબ

¨એકટીવિટીનુ નામ :- ટી.વી.કલબ
¨વિષય :- શૈક્ષણિક માહિતી
¨ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨હેતુ :- વિવિધ ટી.વી. ચેનલોમા જે બાળકોને/શિક્ષકોને ઉપયોગી જોવાલાયક કાર્યક્રમ/ચેનલોની માહિતી માટે. 
¨એકટીવિટી ડ્યુરેશન :- ટી.વી.ચેનલ કાર્યક્રમ સમયપત્રક અનુરૂપ.
¨એકટીવિટી પધ્ધતિ :- ટી.વી.ની વિવિધ જોવાલાયક ચેનલીમા બાળકો અને શિક્ષકોને જ્ઞાનલક્ષી જાણવા જેવુ , માહિતી લક્ષી કાર્યક્રમો જ જોવા તે અંગે ટી.વી.કાર્યક્રમની સમયપત્રિકા  સ્ક્રીપ્ટ  આપી , સારા પ્રોગામની વાત પ્રાર્થનામા કે બાલસભામા કહેવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ટી.વી.ચેનલના જોવાલાયક શૈ.તેમજ જ્ઞાનવર્ધક કાર્યક્રમોની માહિતી પત્રિકા
¨  સમય :- Depend On Time

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ