ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 56 to60
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
56. વિંટર સમર મોનસૂન ગેઇમ્સ .
¨ એકટીવિટીનુ નામ :- વિંટર સમર મોનસૂન ગેઇમ્સ .
¨ વિષય :- પર્યાવરણ+ઋતુની જાણકારી
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- ઋતુ ઋતુ અનુસારના વસ્ત્રો સાધનોનો ઉપયોગ અંગેની રમત દ્વારા માહિતી .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- શિયાળા,ઉનાળા,ચોમાસુમા અનુભવાતી ઠંડી ગરમી વરસાદની અનુભૂતીની એકશન કરવી.જે તે ઋતુ વિરુદ્ધની એકશન કરશે તે આઉટ ગણાશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ દ્વારા રમત રમવી/રમાડવી.
¨ સમય :- 5 મિનીટ
57. સર્કિટ ગેઇમ્સ.
¨ એકટીવિટીનુ નામ :- સર્કિટ ગેઇમ્સ.
¨ વિષય :- સમાજવિદ્યા+વિજ્ઞાન+ગુજરાતી
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- પ્રત્યેક્ષ વિષયને અનુરૂપ સંબંધો કેળવવા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- સર્કિટ બોર્ડમા એકબાજુ પ્રશ્નો,બીજી બાજુ પ્રશ્નોના જવાબ લખી બન્ને બાજુ ખીલીમા પીન અડ- કાવતા ખરા જવાબ સામે લાઇટ થશે.આ રીતે દરેક વિષયના પ્રશ્ન જવાબ કે શબ્દાર્થની રમત સાથે જ્ઞાન મળી શકશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બે સેલ,નાનો લેમ્પ,બોર્ડ,પેન,ડ્રોઇંગશીટ.
¨ સમય :- 15 મિનીટ
58. ફિંગર અપ ડાઉન ગેઇમ્સ/ચડતા ઉતરતા ક્રમમા ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- ફિંગર અપ ડાઉન ગેઇમ્સ/ચડતા ઉતરતા ક્રમમા ગેઇમ્સ
¨ વિષય :- શ્રવણ+વર્ગવ્યવ્સ્થા
¨ ધોરણ વિભાગ :- 1 થી 4
¨ હેતુ :- શ્રવણ કથન સિધ્ધી માટે તેમજ વર્ગમા વાતાવરણ નિર્માણ માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- એક હાથની હથેળીમા બીજા હાથના એક પછી એક એમ પાંચ આંગળા વડે ચડતા ક્રમમા તાલી પાડવી એક આંગળી વડે તાલી પાડો ત્યારે એક ત્યારબાદ બે આંગળી વડે બે ત્રણ પાંચ ત્યાર - બાદ પાંચ,ત્રણ ઉતરતા ક્રમમા તાલી વગાડી અવાજની માત્રા અનુભવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 5 મિનીટ
59. સા.....સા....રે...રે.....
¨ એકટીવિટીનુ નામ :- સા.....સા....રે...રે.....
¨ વિષય :- આરોહ-અવરોહણ માટે
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- ગુજરાતી વ્યાકરણ સંગીતના સુર તેમજ વર્ગ વ્યવસ્થા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકોના બે સરખા જુથ પાડી શિક્ષક વચ્ચે ઉભા રહી ડાબો/જમણો હાથ એક એક જુથમા વારા ફરતી ઉંચો નીચો કરવો ડાબા હાથ સામેનુ જુથ હાથની ગતિ પ્રમાણે સા...સા...અને જમણા હાથ સામેનુ જુથ રે.....રે....બોલશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ માટેની રમત.
¨ સમય :- 5 મિનીટ
60. બોડી લેંગ્વેજ ગેઇમ્સ+શબ્દચિટ્ઠી એકશન ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- બોડી લેંગ્વેજ ગેઇમ્સ+શબ્દચિટ્ઠી એકશન ગેઇમ્સ
¨ વિષય :- શા.શિ.+વર્ગવ્યવસ્થા
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- નિ:સંકોચપણે બાળક પ્રશ્નો પૂછતા થાય તેમજ પ્રશ્નોના જવાબ દેતા થાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :- ચિટ્ઠીમા વિવિધ રોજિંદા જીવનની ક્રિયા,કારીગરોની એકશન ક્રિયા વિશે લખી ક્રમશ:ચિટ્ઠીમા લખ્યા મુજબના બોડી લેંગ્વેઝ દ્વારા એકશન કરવી.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડ,બોડી લેંગ્વેજની સક્રીપ્ટ.
¨ સમય :- 30 મિનીટ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ