Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 26 to 30


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya

26. લાલા ધ્યાન+રામ ધ્યાન
¨  એકટીવિટીનુ નામ :- લાલા ધ્યાન+રામ ધ્યાન
¨  વિષય :- એકાગ્રતા+ડિસીપ્લીન
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- વર્ગવ્યવસ્થા વર્ગમા શિસ્ત,શાંતિ ધ્યાન એકાગ્રતા કેળવવા માટે. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થનામા+વર્ગખંડમા
¨  એકટીવિટી પધ્ધતિ :- સમુહમા આ ધ્યાન કરાવી શકાય.આંખો બંધ કરી સમુહમા લા.....લા......લા.....એમ ધીમુ મધ્યમ ઝડપી રીતે ક્રમશ બોલાવવુ એજ રીતે રામ......રામ.....આંખો બંધ કરી એક ધ્યાને બોલાવવુ.          

¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 5 મિનીટ

27. યોગ ક્રિયેટીવીટી (યોગા)
¨  એકટીવિટીનુ નામ :- યોગ ક્રિયેટીવીટી (યોગા)
¨  વિષય :- શા.શિ.+તંદુરસ્તી માટે.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- વર્ગમા શિસ્ત,એકાગ્રતા સર્જનાત્મકતા,તંદુરસ્તી માનસિક પાવર વધારવા માટે. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- પ્રાર્થનામા+શા.શિ.પ્રેકટીકલ સમયે.
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ યોગાસન,યૌગિક ક્રિયા,ધ્યાન,પ્રાણાયામ,સૂર્યનમસ્કાર કરાવવા,આ માટે ધો.5-6-7 ની  શા.શિ.અન્ય યોગાસનના પુસ્તકો સંદર્ભગ્રંથ દ્વારા યોગ્ય રીધમથી યોગ ક્રિયા કરાવી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- યોગાસનના પુસ્તકો ધો.5-6-7 ના પાઠય પુસ્તકો.
¨  સમય :- 5 થી 30 મિનીટ

28. વેસ્ટમાંથી બેસ્ટ
¨  એકટીવિટીનુ નામ :- વેસ્ટમાંથી બેસ્ટ
¨  વિષય :- સ.ઉ.ઉ.કા.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- અભ્યાસની સાથે સાથે વિ.ની સર્જનાત્મકતા તંદુરસ્તી,માનસીક. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ. કાર્ય દરમિયાન.
¨  એકટીવિટી પધ્ધતિ :-નકામી વસ્તુમાંથી બાળકોની સર્જનાત્મકતા વિકસે તેવી પ્રવૃતી,શૈ.રમકડા,સાધનો તૈયાર કરાવવા દા.ત. લીંડીની માળા,કાચલીનુ જુમર,કાગળનુ ફુલખણ,પ્લેન,પેરાશુટ,બાકસનો ફોન વગેરે બાળકો વેસ્ટેજ વસ્તુમાંથી બનાવે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વેસ્ટેજ વસ્તુઓ જેવા કે ખોખા,કબીલા,આઇસ્ક્રીમના કપ,ઢબકલા,લીંડી,સુળા વગેરે.
¨  સમય :- 10 થી 30 મિનીટ

29. જાદુના/વિજ્ઞાનના પ્રયોગો(મનોરંજક પ્રયોગો)

¨  એકટીવિટીનુ નામ :- જાદુના/વિજ્ઞાનના પ્રયોગો(મનોરંજક પ્રયોગો)
¨  વિષય :- વિજ્ઞાન+અંધશ્રધ્ધા નિવારણ             
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકો/શિક્ષકોમા વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય+અંધશ્રધ્ધા દૂર કરવા. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- બાલસભા+વર્ગખંડ અંધશ્રદ્ઘા નિવારણ સમયે.
¨  એકટીવિટી પધ્ધતિ :- બાળકોને કૂતુહલ અને મનોરંજક  વિજ્ઞાનના પ્રયોગો તેમજ  વૈજ્ઞાનિક અભિગમ વિચાર ધારા કેળવાય તેવા ક્રિયાત્મક પ્રયોગો કરવા અને બાળકોને કરાવવા. તમામ પ્રયોગોનુ અવલોકન  મુકત રીતે બાળકોને કરવા દેવુ.દા.ત.કપુરના દિવા,હવા વગર ફુગ્ગા ફુલાવવા,નાળીયેરમાંથી ચુંદડી કાઢવી વગેરે અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો અને પર્દાફાશ જણાવવા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ:-ફુગ્ગા,સ્ટ્રો,મીણબતી તેમજ પ્રયોગના સાધનો કપુર,સોડીયમ,પોટેશિયમ ચૂનો કેમિકલ
¨  સમય :- Depend On Time


30. પ્રત્યક્ષીકરણ દ્વારા શિક્ષણ

¨  એકટીવિટીનુ નામ :- પ્રત્યક્ષીકરણ દ્વારા શિક્ષણ
¨  વિષય :- ભૂગોળ,પર્યાવરણ,સમાજવિદ્યા
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- વિવિધ પ્રાકૃતિક સ્થળો,વિવિધ સંસ્થાઓ,પોસ્ટઓફિસ,બેંક,તાલુકા જિલ્લા પંચાયતની પ્રત્યક્ષ કામગીરી નિહાળવા. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- સત્રમા એક બે વાર
¨  એકટીવિટી પધ્ધતિ :- પોસ્ટ ઓફીસ,બેંક,ટેલીફોન એક્સચેન્જ,દવાખાના,ઉધોગ કારખાના,કારીગરો,તાલુકા પંચાયત,કોર્ટ,ગ્રામ પંચાયત,નગર પાલીકા,જીલ્લાની વિવિધ કચેરી,એર પોર્ટ,રેલ્વે- સ્ટેશન વગેરે સ્થળોની સમયાનુકુળ મુલાકાત લેવડાવવી  
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-. પ્રત્યેક સ્થળે રૂબરૂ મુલાકાત.    
¨  સમય :- Yearly

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ