Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 11 to 15


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya



11. vb વાંચન મેળો
¨  એકટીવિટીનુ નામ :- વાંચન મેળો
¨  વિષય :- વાંચન અભિયાન
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- રિશેષ કે અન્ય ફાજલ સમયમાં સામુહિક,વિ.ની વ્યક્તિગત વાંચન ક્ષમતા સિધ્ધ 
             કરવા.
¨  એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ દરમિયાન ફ્રી તાસમા
¨  એકટીવિટી પધ્ધતિ :- રિશેષના સમયે અથવા શાળા સમયના ફુરસદ સમયે સમુહમા બાળકોને શાળાની લાયબ્રેરીના પુસ્તકો વાંચવા આપી સમુહ વાંચન કરાવવુ.ત્યારબાદ જે તે બાળકે વાંચેલ આર્ટિકલનુ સમુહપ્રાર્થનામા પુસ્તકનો સાર કહેવો.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલ સામાયિકો,લાયબ્રેરીના પુસ્તકો.
¨  સમય :- 20  મિનિટ


12. ઇકો કલબ
¨  એકટીવિટીનુ નામ :- ઇકો કલબ
¨  વિષય :- પર્યાવરણ
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- વિદ્યાર્થીઓમાં પર્યાવરણ /વિજ્ઞાનનો અભિગમ કેળવાય પર્યાવરણના ઘટકોની
            જાણકારી મળે.  
¨  એકટીવિટી ડ્યુરેશન :- દ્વિ માસિક એકટીવિટી
¨  એકટીવિટી પધ્ધતિ :- ચોમાસામા  વૃક્ષારોપણ કરવુ, અભ્યારણ્યની  વર્ષમા એકવાર મુલાકાત લેવી ,વિવિધ ઔષધીય વનસ્પતિના બાગ બનાવી પરિચય કેળવવો,ઉપરાંત પશુ-પક્ષી,વૃક્ષો જળચરોની સચિત્ર માહિતીએકઠી કરવી,પર્યાવરણની વિવિધ રમત રમાડવી,પર્યાવરણ દિવસ ઉજવવો, વૃક્ષોનુ જતન કરીઉછેરવા,પર્યાવરણ વિષયક વકતૃત્વ ગોઠવવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પર્યાવરણ એકટીવીટી ફાઇલ,પ્રાણી પક્ષી કાર્ડ,પર્યાવરણ રમત સંપુટ.
¨  સમય :- 10 થી 30  મિનિટ


13. સુવિચાર પોથી
¨  એકટીવિટીનુ નામ :- સુવિચાર પોથી
¨  વિષય :- સુવાકયોનો સંગ્રહ
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- પ્રાર્થના સાંસ્કૃતિક બાલસભા કાર્યક્રમમાં તેમજ બાળકોમા સારા વિચારોનુ સિંચન   
¨  એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિદિન + પ્રાર્થના દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ સામાયિકમાંથી સારો વિચાર ,સારૂ વાક્ય,પેરેગ્રાફ લઇ અન્ય શાળા કે સંસ્થાની મુલાકાતે જઇ સુવિચારોનો સંગ્રહ કરી ફાઇલ કરવા.પ્રાર્થનામા પ્રતિદિન સુવિચાર કહેવો તેમજ શાળા બોર્ડ માં દરરોજ નવા સુવિચાર લખવા.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ સામાયિકો,છાપા પૂર્તિ,મેગેઝીન,ફાઇલ,કાગળ,પેન.
¨  સમય :- -

14. વિવિધ સંગ્રહપોથીઓ
¨  એકટીવિટીનુ નામ :- વિવિધ સંગ્રહપોથીઓ
¨  વિષય :- સ.ઉ.ઉ.કા. + સંગ્રહ પધ્ધતિ
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકોની સંગ્રહવૃતિ પ્રબળ બનતા,ચોરી કરતા અટકાવવા-પીંછા,પર્ણ,બીજ વસ્તુઓની ઓળખાણ માટે.
¨  એકટીવિટી ડ્યુરેશન :-  સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ પર્ણ,બીજ,ફુલ,પીંછા,જમીનની માટીના નમૂના,બાળકો પાસે એકઠા કરાવી તેમની વિવિધ પોથી તેમજ ફાઇલ બનાવી શકાય,પર્યાવરણ,વિજ્ઞાનવિષયમા એકમ અનુરૂપ ............ ડે સંદર્ભતરીકે ઉપયોગ  કરી શકાય ,બતાવી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ફાઇલ,પોલીથીન બેગ્ઝ,ડ્રોઇંગશીટ સ્કેચ પેન,પીંછા,પાન બીજના નમૂના.
¨  સમય :- 2  મિનિટ

15. પેપર સામાયિક કટીંગ્ઝ
¨  એકટીવિટીનુ નામ :- પેપર સામાયિક કટીંગ્ઝ
¨  વિષય :- જનરલ નોલેજ
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- પ્રવર્તમાન બનાવો,બની ગયેલી ઘટનાની વિવિધ G.K. ની માહિતી ફોટા,કટીગ્ઝ
           દ્રારા મેળવે.    
¨  એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ છાપા,પૂર્તિ,મેગેઝીન બાલ સાહિત્યમાંથી અવનવુ જાણવા જેવુ શૈ.માહિતી , ચિત્રો, વાર્તા, કોયડા,ઉખાણા,ગીતો,વગેરેનુ કટીંગ્ઝ કરી ફાઇલમા સંગ્રહિત કરવા.  
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- છાપાની પૂર્તિ,બાલ સાહિત્ય મેગેઝીન,ફાઇલ.                .
¨  સમય :- Depend On Time

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ