Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 66 to 70


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
66. શ્રવણ ગેઇમ્સ
¨  એકટીવિટીનુ નામ :- શ્રવણ ગેઇમ્સ
¨  વિષય :- શ્રવણ ક્ષમતા
¨  ધોરણ વિભાગ :- 1 થી 5
¨  હેતુ :- શ્રવણ કથન સિદ્ધ કરવા માટે . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- બોર્ડમા બે ત્રણ કે ચાર અક્ષરનો શબ્દ નામ લખવુ,એક બાળક રૂમની બહાર જશે ત્યારબાદ બોર્ડ પરનુ નામ ભૂંસી સમુહમા એક  લયે એક અવાજે એકી સાથે લખેલ નામ બોલશે .બહાર  જનાર બાળક જે બોલે તે શબ્દ કહેવા પ્રયત્ન કરશે.  
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોર્ડ,ચોક
¨  સમય :- 20  મિનીટ

67. સુટેવ-કુટેવ/ ગેઇમ્સ

¨  એકટીવિટીનુ નામ :- સુટેવ-કુટેવ/ ગેઇમ્સ
¨  વિષય :- પર્યાવરણ-આરોગ્ય જાગૃતિ
¨  ધોરણ વિભાગ :- 1 થી 4
¨  હેતુ :- બાળકોના સંસ્કાર ઘડતરમા શરીરની તથા દૈનિક ક્રિયામા સુટેવો કેળવવા . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + સ.ઉ.ઉ.કા.
¨  એકટીવિટી પધ્ધતિ :- શિક્ષકે સારી/નરસી ટેવો બોલવી,બાળકો સારી ટેવ હશે તો સમુહમા માત્ર સુટેવ એમ બોલશે, ખરાબ ટેવ હશે તો કુટેવ બોલશે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 1 થી 5  મિનીટ


68. મૈ કૌન હું ?

¨  એકટીવિટીનુ નામ :- મૈ કૌન હું ?
¨  વિષય :- પર્યાવરણ
¨  ધોરણ વિભાગ :- 5 થી 7
¨  હેતુ :- પાલતુ/જંગલી પ્રાણીઓની તમામ માહિતી કેળવવા . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- એક બાળકની પાછળ પ્રાણીના ચિત્રનુ કાર્ડ પીનથી લગાવવુ.એ બાળકની પાછળ કયુ પ્રાણીનુ   ચિત્ર છે તેનુ અનુમાનને અનુરૂપ પ્રાણીઓના લક્ષણોને લગતા હા કે ના મા જવાબ મળે તેવા પ્રશ્નો પૂછી અનુમાન કરી નામ બતાવશે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પાલતુ/જંગલી પ્રાણીના ચિત્ર કાર્ડ.
¨  સમય :- 25  મિનીટ


69. ખોરાકની શોધની રમત
¨  એકટીવિટીનુ નામ :- ખોરાકની શોધની રમત
¨  વિષય :- પર્યાવરણ
¨  ધોરણ વિભાગ :- 1 થી 4
¨  હેતુ :- પક્ષીઓની ખોરાક મેળવવાની રીત જાણે . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- મેદાનમા
¨  એકટીવિટી પધ્ધતિ :- એક વર્તુળમા નાના પથ્થર,પાંદડા,બોલપેનના ઢાંકણા,ઠળીયા પક્ષીના ખોરાક તરીકે રાખી થોડે દૂર બાળક દોડી સર્કલમાંથી ખોરાક ઝડપી લેશે.સૌથી વધુ ખોરાક કોણ મેળવી શકે  તે  વિજેતા જાહેર કરવા.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- નાના પથ્થરો,ઘાસના ટુકડા,કબીલા,પાંદડા
¨  સમય :- 10 થી 5  મિનીટ

70. સ્થળાંતરની રમત

¨  એકટીવિટીનુ નામ :- સ્થળાંતરની રમત
¨  વિષય :- પર્યાવરણ+વિજ્ઞાન
¨  ધોરણ વિભાગ :- 5 થી 7
¨  હેતુ :- પ્રાણી-પક્ષીના ઋતુ પ્રમાણે સ્થળાંતર કરે અને પક્ષીઓની મુશ્કેલી સમજે . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- મેદાનમા
¨  એકટીવિટી પધ્ધતિ :-20 × 40 ચો.મી. નુ મેદાન દોરી મેદાનની વચ્ચે ત્રણ ચાર વર્તુળ કરવા તેમા એક એક બાળકને ઉભા રાખી એક છેડેથી બીજા છેડે સલામત પહોચે તે બાળક વિજેતા થશે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સમતલ મેદાન,ચૂનો.
¨  સમય :- 15 થી 50  મિનીટ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ