ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 71 to 75
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
71. ખોરાકની જોડતી કડીની રમત
¨ એકટીવિટીનુ નામ :- ખોરાકની જોડતી કડીની રમત
¨ વિષય :- વિજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- પ્રાણીઓની ખોરાક મેળવવા બીજા પ્રાણીઓનો શિકાર કરી આ રીતે ખોરાકની કડી વિશે જાણી શકાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- મેદાનમા
¨ એકટીવિટી પધ્ધતિ :- ત્રણ ત્રણ બાળકોના ત્રણ ગ્રુપ પાડી એક એક ગ્રુપને દેડકો,બીજા ગ્રુપને સાપ,ત્રીજાને નોળીયા બનાવી સુચના મળતા એકબીજાને પકડવા માટે જશે.આ રીતે જે પકડાઇ જશે તે આઉટ ગણાશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 15 મિનીટ
72. ગુજરાત ભ્રમણ ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- ગુજરાત ભ્રમણ ગેઇમ્સ
¨ વિષય :- સમાજવિદ્યા+પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- ગુજરાત રાજયની તમામ ક્ષેત્રની પ્રા.માહિતીનુ જ્ઞાન સાથે ગમ્મત મેળવવા .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ :- 5 × 5 ચોરસમા એક કોશ પેઇઝમા ખાના પાડી ગુજરાતની માહિતીને લગતા માત્ર પ્રશ્નો જ લખવા રમનાર બાળક કે શિક્ષકોને દરેક પ્રશ્નોના જવાબ બીજા પાસેથી મેળવવા જે વહેલા પ્રશ્નોના જવાબ મેળવે તે વિજેતા.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ગુજરાતના સામાન્ય જ્ઞાનના 25 પ્રશ્નોની સક્રીપ્ટ
¨ સમય :- 1 કલાક
73. જીવન જાળની રમત
¨ એકટીવિટીનુ નામ :- જીવન જાળની રમત
¨ વિષય :- પર્યાવરણ+જૈવજ્ઞાન
¨ ધોરણ વિભાગ :- 4 થી 7
¨ હેતુ :- પર્યાવરણ વિજ્ઞાનના તમામ સજીવોની કુદરતી સંતુલનની સમજણ માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-સૂર્ય,જમીન,હવા,પાણી તેમજ વિવિધ વનસ્પતિ પશુ પક્ષી માણસના ચિત્ર કાર્ડ લઇ રાઉન્ડમાબેસી આ બધા તત્વો એકબીજાને અનુરૂપ દોરી આપતા જશે.આ રીતે આખા જીવનનુ જાળુ બનશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પાણી,પક્ષી,સૂર્ય,વનસ્પતિના ચિત્ર કાર્ડ+દડો+દોરી.
¨ સમય :- 30 મિનીટ
74. રાઉન્ડ ધ પાસિંગ ગેઇમ્સ
¨ એકટીવિટીનુ નામ :- રાઉન્ડ ધ પાસિંગ ગેઇમ્સ
¨ વિષય :- વર્ગ વાતાવરણ નિર્માણ
¨ ધોરણ વિભાગ :- 1 થી 5
¨ હેતુ :- જિજ્ઞાસ તંદુરસ્ત હરિફાઇ સિધ્ધ કરવા માટે .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-ખંજરી વગાડી બાળકોને લાઇનમા એક બાદ એક દડો પાસ કરતા જવુ ખંજરી બંધ થયે જે બાળક પાસે દડો હાથમા હોય તે બાળક નીકળતા જશે છેલ્લા ત્રણ બાળકો વધે તે વિજેતા બનશે.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દડો,ખંજરી.
¨ સમય :- 15 થી 30 મિનીટ
75. રાઉન્ડ ધ એકશન
¨ એકટીવિટીનુ નામ :- રાઉન્ડ ધ એકશન
¨ વિષય :- તરંગ ઉલ્લાસ,ધ્યાન
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- પ્રાણીઓની ખોરાક મેળવવા બીજા પ્રાણીઓનો શિકાર કરી આ રીતે ખોરાકની કડી વિશે જાણી શકાય .
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨ એકટીવિટી પધ્ધતિ :-વર્તુળમા બાળકોને ઉભા રાખી પોતાની મેળે કોઇ એકશન વર્તુળની અંદર કરશે ત્યાર પછીના ક્રમે આગળ જે બાળક કરેલ એકશન અને પોતાની નવી એકશન ઉમેરતા જઇ ક્રમશ આગળ વધતુ જવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨ સમય :- 10 મિનીટ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ