ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી
ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 31 to 35
100 પ્રવૃતિઓની પેકેજ યાદી
* ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
31. પત્ર મૈત્રી
¨ એકટીવિટીનુ નામ :- પત્ર મૈત્રી
¨ વિષય :- પત્રનુ લેખન-વાંચન
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- વિવિધ સબંધીજનોના સબંધો વિકસાવવા.નવા મિત્રો બનાવી પત્ર વ્યવહારની ટેવ ખીલવવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ કે ફુરસદ સમયે.
¨ એકટીવિટી પધ્ધતિ :- બાળકો બહાર ગામના પોતાના મિત્રો,સગા સંબંધીજનોને પત્ર લખે,પોતે આસપાસની શાળાના પત્રમિત્ર બનાવશે,પત્ર લખશે અને બીજાના પત્ર વાંચશે ,વિવિધ સંસ્થા ,શાળામા માહિતીલક્ષી પત્ર લખતા થાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- પોસ્ટકાર્ડ,કવર,કાગળ પેન.
¨ સમય :- Depend On Time
32. શીઘ્ર વકતૃત્વ
¨ એકટીવિટીનુ નામ :- શીઘ્ર વકતૃત્વ
¨ વિષય :- ગુજરાતી,.પર્યાવરણ
¨ ધોરણ વિભાગ :- 3 થી 7
¨ હેતુ :- વકતૃત્વ વિકાસ,ત્વરીત ગતીએ સમયસર બોલી કથન,કૌશલ્ય વિકસાવવા,સભાક્ષોભ દૂર કરવા.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંફ + બાલસભામા
¨ એકટીવિટી પધ્ધતિ :- એક કાપલીમા વકતૃત્વના વિષય કે એકમનુ તેમા લખેલ વિષય કે વસ્તુ વિશે તરત જ વકતવ્ય આપવુ.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાર્ડપેપર.
¨ સમય :- 1 થી 10 મિનીટ
33. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા
¨ એકટીવિટીનુ નામ :- ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા
¨ વિષય :- સાંસ્કૃતિક બાબત.
¨ ધોરણ વિભાગ :- 5 થી 7
¨ હેતુ :- ગાયત્રી જ્ઞાન તીર્થ શાંતિકુંજ હરીદ્વારથી લેવાતી પરીક્ષા દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિની જાણકારી ભારતની સંસ્કૃતિ ટકાવવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- વાર્ષિક પ્રતિ વર્ષે
¨ એકટીવિટી પધ્ધતિ :-શાંતીકુંજ હરિદ્વાર દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમા ભારત દેશની સંસ્કૃતિ સંસ્કાર વિવિધ આધ્યાત્મિક,પર્યાવરણનુ જ્ઞાન આ પરિક્ષાની "સંસ્કાર સૌરભ " પુસ્તકમાંથી તૈયારી કરાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- સંસ્કૃતિ સૌરભ પુસ્તક
¨ સમય :- Yearly
34. ફુરશદ શિબિર + વેકેશન શિબિર
¨ એકટીવિટીનુ નામ :- ફુરશદ શિબિર + વેકેશન શિબિર
¨ વિષય :- તરંગ ઉલ્લાસ + સ.ઉ.ઉ.કા.
¨ ધોરણ વિભાગ :- 1 થી 7
¨ હેતુ :- વેકેશનની લાંબી રજામા કે શનિ-રવિની રજામા બાળકોને વિવિધ પ્રકારની રજામા બાળકોને વિવિધ પ્રવૃતિ દ્વારા શિબિરમા સર્જનશક્તિ ખીલવવા..
¨ એકટીવિટી ડ્યુરેશન :- વેકેશન કે ફુરસદ સમયે
¨ એકટીવિટી પધ્ધતિ :- વેકેશાન દરમિયાન કે શનિ-રવીની રજામા બાળકોને મનપસંદ પ્રવૃતિ કરવા દેવી જેમકે ચિત્ર, કલર,સંગીત,વિવિધ રમતો રમાડીને આનંદદાયી વાતાવરણ દ્વારા બાળકોને આનંદ કરાવવો.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ચિત્ર કીટ,શૈક્ષણીક રમકડા,બાલવાર્તા+બાલગીત પુસ્તકો
¨ સમય :- Termly
35. તરાહની પ્રવૃતિ
¨ એકટીવિટીનુ નામ :- તરાહની પ્રવૃતિ
¨ વિષય :- સ.ઉ.ઉ.કા.
¨ ધોરણ વિભાગ :- 1 થી 5
¨ હેતુ :- બાળકોની જિજ્ઞાસા,કલ્પના,સર્જનાત્મકતા કેળવવા માટે.
¨ એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કા. દરમિયાન
¨ એકટીવિટી પધ્ધતિ :- જુવાર બાજરીના રાડામાંથી તેમજ બાક્સની દિવાસળી ,ગુલ્ફીની સળીની ગોઠવણ કરી વિવિધ વસ્તુઓ,ઓજારો બનાવવા જેમ કે સ્ટ્રે ,પેન સ્ટેન્ડ,સાતી,ખેતીના ઓજારો,તરાપો વગેરે બનાવી શકાય.
¨ સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- જુવાર બાજરીના રાડા,કટર,કલર,બાકસ ગુલ્ફીની સળી.
¨ સમય :- 10 to 50 મિનીટ
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ