Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 76 to 80


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya

76. વાનગીના નામ દ્વારા પરિચય
¨  એકટીવિટીનુ નામ :- વાનગીના નામ દ્વારા પરિચય
¨  વિષય :- વર્ગ વ્યવસ્થા
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- પોતાના નામના પ્રથમ અક્ષર સાથે તેજ નામની વાનગીવાળાનુ નામ જોડવા વર્ણાનુપ્રાસ દ્વારા સમજણ
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- નવા મિત્રો કે બાળકોના નામના પરિચય લેતી વેળાએ નામના પ્રથમ અક્ષર વાનગીના પ્રથમ અક્ષરના નામ સાથે જોડવુ.દા.ત.જયેશભાઇ જલેબીવાળા,પુજાબેન પેંડાવાળા,રાજુભાઇ રોટલાવાળા આ રીતે પોતાનો પરિચય આપતા જવો.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 10  મિનીટ


77. ચાલો ઓળખાણ કેળવીએ

¨  એકટીવિટીનુ નામ :- ચાલો ઓળખાણ કેળવીએ
¨  વિષય :- તરંગ ઉલ્લાસ+વર્ગવ્યવસ્થા
¨  ધોરણ વિભાગ :- 4 થી 7
¨  હેતુ :- વર્ગવ્યવસ્થા+રસ+રુચી કેળવવા
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + મેદાન
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ નકશામા વિવિધ શહેરો,રાજધાની તેમજ વિશિષ્ટ સ્થળો શોધી બાળકો નકશામા ગ્રુપવાર નકશામાંથી શોધી વિવિધ સ્થળો,નગરોની ઓળખાણ કેળવે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ જીલ્લા,રાજય,દેશ,દૂનિયાના નકશા.
¨  સમય :- 2 થી 30  મિનીટ


78. કેપ્ટન કહે

¨  એકટીવિટીનુ નામ :- કેપ્ટન કહે
¨  વિષય :- વર્ગવ્યવસ્થા  
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- તરંગ ઉલ્લાસમય શિક્ષકો તેમજ એકાગ્રતા વર્ગનુ વાતાવરણ સંગીન બનાવવા
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- એક બાળક કેપ્ટન બને અને વિવિધ એકશન બદલાવવાની કમાન્ડ આપશે.કેપ્ટન કહે તેવો ઉચ્ચાર કરે તો જ એકશન બદલવી અન્યથા કોઇ બદલાવે તો આઉટ થશે આ રીતે રમત રમતા જવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ
¨  સમય :- 15  મિનીટ


79. મૌનની રમત(બે મિનીટ)

¨  એકટીવિટીનુ નામ :- મૌનની રમત(બે મિનીટ)
¨  વિષય :- વર્ગવ્યવસ્થા+સમયસુચકતા 
¨  ધોરણ વિભાગ :- 3 થી 7
¨  હેતુ :- સમયનુ મહત્વ ટાઇમ ગેસ કેળવવા માટે ગતિશીલતા ધ્યાન કેળવવા
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + પ્રાથના
¨  એકટીવિટી પધ્ધતિ :- સમુહમા આંખો બંધ કરી બાળકોને મૌન એવો કમાન્ડ આપવો.રાઇટ બે  મિનીટ થાય અથવા બાળકોને અનુમાન રૂપે હાથ ઉંચા કરાવવા: 2 મિનીટમા કોનુ મૌન રહ્યુ તે નોંધવુ.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 2  મિનીટ

80. આઇસ બર્ગ(1)ઝાડ/પાન ના ચિત્ર દ્વારા (2)બંન્ને હાથના પંજા દ્વારા

¨  એકટીવિટીનુ નામ :- આઇસ બર્ગ(1)ઝાડ/પાન ના ચિત્ર દ્વારા (2)બંન્ને હાથના પંજા દ્વારા
¨  વિષય :- રસ રૂચી વલણ કલ્પના
¨  ધોરણ વિભાગ :- 3 થી 7
¨  હેતુ :- બાળકો એ શુ છે? શિક્ષકની કલ્પના જિજ્ઞાસા સંતોષવા માટે બાળકોને શુ પસંદ છે ? ના પસંદ છે ? કારણો સાથેની કાલ્પનિક વિચારો મુકત મને રજુ કરવા માટે
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- ડ્રોઇંગશીટમા એક મોટુ વૃક્ષ દોરવુ પાંદડામા શિક્ષક અને બાળકોની કલ્પના મુજબ પોતે શુ છે તે લખશે.બાળકો પોતાની પસંદ નાપસંદ વસ્તુ,તત્વના નામ લખશે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ કાર્ડ, શીટ,ચોક,સ્કેચપેન.
¨  સમય :- 10  મિનીટ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ