Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 61 to 65


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya
61. પ્રશ્ન પેટી

¨  એકટીવિટીનુ નામ :- પ્રશ્ન પેટી
¨  વિષય :- વિષયવસ્તુ
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- શ્રવણ કથન ક્ષમતા સિધ્ધી માટે+જ્ઞાન સાથે ગમ્મત+તરંગ ઉલ્લાસ મળે. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ + બાલસભા
¨  એકટીવિટી પધ્ધતિ :- શાળામા એક બોક્સ રાખી,બાળકોને મુંજવતા પ્રશ્નો કોઇપણ વિષયના કે શાળાને લગતા પ્રશ્નો+ સુચના કાપલીમા લખે ,અઠવાડીયે બાલસભા  કે  પ્રાર્થનામા  આ પ્રશ્નપેટીના જવાબોની ચર્ચા સમુહમા કરવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાગળ,સ્કેચપેન,પેટી,ખોખુ.
¨  સમય :- 5  મિનીટ

62. સમતોલ આહાર ગેઇમ્સ ખાઉ....ખાઉ....ખાઉ.

¨  એકટીવિટીનુ નામ :- સમતોલ આહાર ગેઇમ્સ ખાઉ....ખાઉ....ખાઉ.
¨  વિષય :- પર્યાવરણ+એકાગ્રતા
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- સમતોલ આહાર તેમજ ખાદ્ય પદાર્થો વાનગીની રમત સાથે જાણકારી પ્રાપ્ત થાય . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :- સમુહમા બાળકોને પોતાના એક હથેળીની થાળી અને બીજા હાથની ચમચી વડે ઝડપથી  જે વસ્તુ ખાવાની ના હોય એ તેવી વસ્તુના નામ બોલતા તે ખાઇ તે બાળક આઉટ ગણાય આમ આગળ રમત વધારવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બોડી લેંગ્વેજ મુવમેન્ટ
¨  સમય :- 2  મિનીટ
63. બ્લાઇન્ડ ટ્રસ્ટ(આંધળો વિશ્વાસ)
¨  એકટીવિટીનુ નામ :- બ્લાઇન્ડ ટ્રસ્ટ(આંધળો વિશ્વાસ)
¨  વિષય :- વિકલાંગ બાળકોનુ શિક્ષણ
¨  ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨  હેતુ :- અંધલોકોની અનુભૂતી કેળવવા શિક્ષણ જાણવા માટે . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- મેદાન
¨  એકટીવિટી પધ્ધતિ :- બે બે બાળકોના મિત્ર જુથમા એક બાળકને આંખે પાટો બાંધી તેમનો સાથી મેદાનમા આજુબાજુ લઇ જશે.ત્યારબાદ લઇ જનાર આંખે પાટો બાંધશે આ રીતે ક્રમશ:રમી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- રૂમાલ,ખંજરી.
¨  સમય :- 30  મિનીટ

64. ક્રિયેટીવીટી ઇન એજ્યુકેશન
¨  એકટીવિટીનુ નામ :- ક્રિયેટીવીટી ઇન એજ્યુકેશન
¨  વિષય :- સર્જનાત્મકતા+વિશેષતા
¨  ધોરણ વિભાગ :- બાળકો તથા શિક્ષકો
¨  હેતુ :- શિસ્ત,સર્જન,એકાગ્રતા,યાદશક્તિ,સર્જનાત્મકતા,માઇન્ડ પાવર,વિચાર શક્તિ વિકસાવવા . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :-માટીકામ,કાગળકામ,ચીટકકામ,પુંઠાકામ,વાંસકામ,છાપકામ,બાળકોને કરાવવા જેવી સ.ઉ.ઉ.કા.ની વિવિધ પ્રવૃતિઓ કરાવવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કાગળ,પેન,કાતર,માટી,ગુંદર,ડ્રોઇંગશીટ,કલર વગેરે.
¨  સમય :- 5  મિનીટ

65. રીપીટ અંતાક્ષરી
¨  એકટીવિટીનુ નામ :- રીપીટ અંતાક્ષરી
¨  વિષય :- ગુજરાતી,પર્યાવરણ,મેમરીપાવર.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- ફળ-ફુલ શાકભાજી,ગામના નામ,મહાપુરુષોના નામ યાદ રાખી યાદશક્તિ વધારવા . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ
¨  એકટીવિટી પધ્ધતિ :-બાળકોને સર્કલમા બેસાડી શાકભાજી ,ફળ,શહેરના નામ વગેરે ક્રમશ : બાળકો બોલતા જાય અને જો જે બાળક પુરા નામ ન આપી શકે તે આઉટ થશે.આ રીતે આગળ રમત વધારતા જવી રમતાજવુ
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- -
¨  સમય :- 1 થી 20  મિનીટ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ