Follow US

Responsive Ad

ગગનવિહારી મહેતા 28 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી

ગગનવિહારી મહેતા     28 એપ્રિલ
પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો. એમના પિતામહ શામળદાસ ભાવનગર રાજયના દીવાન હતા. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા. રાજકારણ તેમનો  પ્રિય વિષય હતો. મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક બોમ્બે ક્રોનિકલ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઇ હતી. તેનનો ગુજરાતી હાસ્યસંગ્રહ આકાશના પુષ્પો પ્રગત થયેલો. અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા. ત્યારબાદ અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂક થઇ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી જાહેર જીવનમાં અનેક મહિમાવંત પદો તેમણે શોભાવ્યા. પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જાહેર કરવામાં એમને કદી સંકોચ થતો નહોતો. લેખનકળા અને વકતૃત્વકળાના તો તેઓ બેતાજ બાદશાહ હતા. 28/4/1974 ના રોજ તેમનું અવસાન થતા સમકાલીન ભારતીય સમાજમાંથી એક સમૃદ્ધ વ્યક્તિત્વ અદ્દશ્ય થયું. 

ટિપ્પણી પોસ્ટ કરો

14 ટિપ્પણીઓ