Follow US

Responsive Ad

મોરિસ વિલ્સન 21 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
હિમાલયના સર્વોતુંગ શિખર એવરેસ્ટને ચડવાનો નિશ્વય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં 21/4/1898 ના રોજ થયો હતો. બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભુત સાહસશક્તિ હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તો સૈનિક તરીકે જોડાઇને બહાદુરી માટે મિલટરી ક્રોસ મેળવેલો. તેમને અચળ શ્રદ્ધા હતી કે દુનિયાના તમામ રોગ-સંતાપનું નિવારણ માત્ર પ્રાર્થના અને ઉપવાસમાં રહેલ છે. પોતાની આ શ્રદ્ધાનો પરચો જગતને બતાવવા માટે તેણે એવરેસ્ટના દુર્દાન્ત શિખર ઉપર એકલા પહોંચવાનું સાહસ કરવાનું નક્કી કર્યું. એ માટે એમણે હિમાલયને લગતાં અનેક પુસ્તકો અને નકશાઓનો તેમણે અભ્યાસ કર્યો. મોરિસે અમુક ઊંચાઇ સુધી એવરેસ્ટ પર વિમાનમાં જવાનું નક્કી કર્યું. એક  જૂનું વિમાન ખરીદી પોતાનો જવાનો દિવસ જાહેર કર્યો, પરંતુ સરકારે પરવાનગી ન આપી છતાં ત્રણ અનુભવી શેરપાઓની મદદથી તેઓ 5000 મીટરની ઊંચાઇએ પહોંચ્યા. થોડે ઊંચે જતાં જ તેની કસોટી શરૂ થઇ. એની શક્તિ હણાઇ ચૂકી હતી. તેમનો ઉત્સાહ અદમ્ય હતો. ઇ.સ.1934 ની 31 મે ગુરૂવારે વહેલી સવારે વિલ્સને પોતાની ડાયરીમાં નોંધ્યું છે પુન:પ્રયાણ કેવો મહાન છે આ દિવસ વિલ્સનની ડાયરીનું આ અંતિમ લખાણ. મહામુશ્કેલીએ આગળ વધતાં રાત પડી એ રાતે સૂતા, પછી ફરી જાગવા પામ્યા નહીં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ