Follow US

Responsive Ad

આનંદશંકર ધ્રુવ 7 એપ્રિલ


શ્રી એલ.વી.જોષી
બહુશ્રુત પંડિત આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ ઇ.સ.1869 માં રાજકોટ મુકામે થયો હતો. અભ્યાસકાળ દરમિયાન જ પિતાએ તેમને ઉત્તર ભારતનાં પંડિતો પાસે હિન્દુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો હતો. એમ.એ.,એલએલ.બી.થઇ એમણે ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપકનું સ્થાન શોભાવ્યું. પોતાની તેજસ્વી કલમ વડે વસંત ને ગુજરાતની સંસ્કારિતાનું પ્રતિનિધિ બનાવ્યું. ધીમે ધીમે તે જ દિશામાં આગળ વધતા ભારતભરની તત્વજ્ઞાન પરિષદનું પ્રમુખસ્થાન તેમને પ્રાપ્ત થયું. પછીથી બનારસ યુનિવર્સિટીનું સંચાલન સંભાળી તેને સુવ્યવસ્થિત કરી. હિંદુ ધર્મ, નીતિ શિક્ષણ, રામાનુજ ભાષ્ય વગેરે ગુજરાતી ભાષામાં લખાયેલા તેમના મૂલ્યવાન ગ્રંથો છે. જિંદગીના આખરી મહિનામાં પોતાનું મહામૂલ્યવાન પુસ્તકાલય વર્નાકયુલર સોસાયટીને ભેટ આપ્યું. તેમાં દશ હજાર જેટલાં ઉત્તમ પુસ્તકો અને સામયિકો સમાવિષ્ટ થયાં હતાં. લોકમાન્ય ટિળકની તેમના પર ઘેરી છાપ પડેલી. ગોવર્ધનરામ ત્રિપાઠી, આચાર્ય કૃપલાણી, મહાત્મા ગાંધી જેવા અનેક વિદ્વાનો સાથે તેમને આત્મીય સંબંધો બંધાયા અને છેવટ સુધી ટકી રહ્યા. તત્વચિંતક શ્રી આનંદશંકર ધ્રુવનું 7/4/1942 ના રોજ નિધન થતાં ગાંધીજીએ જણાવ્યું હતું : આનંદશંકરભાઇઅ કેવળ ગુજરાતના જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષના આભૂષણ હતા. તેમની મધુર વ્યક્તિત્વની ઊંડી છાપ મારા પર પડી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ