Follow US

Responsive Ad

ચાંપસીભાઇ ઉદ્દેશી 24 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
સાહિત્યિક સામયિક પ્રગટ કરવાનો આતશ જેમનામાં હતો તેવા ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઇ ઉદ્દેશીનો જન્મ 24/4/1892 ના રોજ થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી. પરંતુ તેમના મનમાં એક શિષ્ટ અને સાંસ્કારિક સામયિક પ્રગત કરવાની ઝંખના હંમેશા થયા કરે. તેઓ નવચેતન સામયિકને ટકાવી રાખવા, સમૃદ્ધ કરવા જ સદા સર્વદા મશગૂલ રહેતા. તેને ખાતર તેમણે અત્યંત મુસીબતો વેઠી, છતાં નવચેતન ના ઉત્કૃષ્ટ પ્રકાશનને જીવનમંત્ર બનાવી જીવનના અંત સુધી કર્તવ્ય નિભાવ્યું. ત્રણ દાયકા સુધી કલકત્તામાંથી પ્રગટ કરીને પાછળથી ચાંપશીભાઇ અમદાવાદ આવતા ત્યાંથી જ પ્રગત થવા લાગ્યું. આવું શિષ્ટ સામયિક સતત ચાલતું રહે તેની પાછળ એને સાહિત્યના લગાવ સિવાય બીજું  શું હોય શકે ? ગુજરાતી રંગભૂમિ પર રજૂ કરી શકાય તેવા પાંચેક નાટકો પણ તેમણે લખ્યા હતા. ઉપરાંત ફિલ્મ અને ક્રિકેટનો જબરો શોખ હતો. એમની બે કથાઓ પરથી ફિલ્મ પણ ઊતરી હતી. ક્રિકેટમાં તેમની નિયમિતતા અને રસિકતાથી પ્રભાવિત થઇ રેઇન્જર્સ કલબ નામની કલકત્તાની યુરોપિયન કલબે ચંદ્રક અર્પણ કરી બહુમાન કર્યું હતું. ઇ.સ.1974 માં ચાંપશીભાઇએ પોતાની જીવનલીલા સંકેલી લીધી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ