દિન વિશેષ
રાજા રવિવર્મા 29 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
મહાન ચિત્રકાર શ્રી રવિવર્માનો જન્મ 29/4/1848 ના રોજ કેરળના કિલિમનૂર ગામમાં થયેલો. પૂર્વભવના કોઇ સંસ્કારને બળે હોય કે ગમે તેમ પણ રવિવર્માને બાળપણથી જ ચિત્રો દોરવાનો શોખ. અભ્યાસમાંથી નવરો પડે એટલે એ નાનકડો કુમાર જમીન પર કે ભીંતો પર કોલસા વડે માતાના મુખે સાંભળેલા પૌરાણિક પાત્રોને જીવંત કરી દે. અઢારમાં વર્ષે ત્રાવણકોરની એક રાજકન્યા સાથે લગ્ન થયું. હવે તેમને તૈલચિત્રો બનાવવાની હોંશ જાગી. ભારતભરમાં ભરાતા ચિત્રપ્રદર્શનોમાં રવિવર્માની કલાકૃતિ હંમેશા હોય જ, એટલું નહીં પારિતોષિક પણ એમને જ મળતા. જગવિખ્યાત ચિત્ર ‘શકુંતલા-પત્રલેખન’ દ્વારા તો શકુંતલાની રમણીય મીઠી મૂંઝવણને શાશ્વત બનાવી દીધી. વડોદરા નરેશ સયાજીરાવે દરબારમાં બે વર્ષ રાખી તેમની પાસે ચૌદ પૌરાણિક પ્રસંગોનાં ચિત્રો દોરાવ્યાં હતાં. આપણે જે લક્ષ્મી, સરસ્વતી, વિષ્ણુ, ગણપતિ કે કૃષ્ણના જે સ્વરૂપના દર્શન કરીએ છીએ તે મૂળ તો રવિવર્માના મોડેલ હતા. તેઓ ભારતીય ધર્મગ્રંથોનો જો ઊંડાણથી અભ્યાસ કરીને પોતાની ચિત્રકારીને ચાર ચાંદ લગાવવામાં જાન રેડી દેતા. રવિવર્માની કદરરૂપે બ્રિટિશ સરકાર તરફથી તેમને ‘કૈસરેહિંદ’ નો ઇલકાબ મળ્યો હતો. 500 જેટલાં ચિત્રોનો સંગ્રહ ભેટ ધરી 58 વર્ષની વયે ઇ.સ.1906 માં આપણાં સાચા કલાકારનું અવસાન થયું. આજની કલાપદ્ધતિઓના તેજવલયોમાં પણ રાજા રવિવર્માની કલાને ભૂલી શકાય એમ નથી.
ટિપ્પણી પોસ્ટ કરો
2 ટિપ્પણીઓ
આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
જવાબ આપોકાઢી નાખોઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !
આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.
Your post looks interesting..! Thanks for Sharing Your Article is more helpful and more informatives. School ERP Software
જવાબ આપોકાઢી નાખો