Follow US

Responsive Ad

ગુગ્લીલ્મો માર્કોની 25 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો. ઘરમાં જ પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા. માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી. કોઇપણ જાતના તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન કર્યું. માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું. ઇટાલીના સમ્રાટ અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં. માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી. કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું. ત્યારબાદ તેમણે અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ. માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું. ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું. સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ઇ.સ.1937 માં 64 વર્ષની ઉંમરે અવસાન થયું. રેડિયોના પ્રચાર અને પ્રસારથી જ વિશ્વને એક તાંતણે ગૂંથ્યું છે એ ચમત્કાર સર્જનાર માર્કોની જ હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ