Follow US

Responsive Ad

લ્યુથર બર્બેન્ક 11 એપ્રિલ


શ્રી એલ.વી.જોષી
મહાન વનસ્પતિશાસ્ત્રી સ્યુથર બર્બેન્કનો  જન્મ અમેરિકાના ન્યૂ ઇંગ્લેન્ડ પ્રાંતમાં ઇ.સ.1849 માં એક ગરીબ ખેડૂતને ત્યાં થયો હતો. શાળામાં નહિવત શિક્ષણ લીધું, પરંતુ તેને વાંચનનો ખૂબ જ શોખ હતો. વિવિધ વિષયોના પુસ્તકો વાંચી શરીરશાસ્ત્ર, પ્રકૃતિ અને વનસ્પતિ સૃષ્ટિ વિશે વધુ અભ્યાસ કરવાની ભૂખ ઉઘડી. શાળા છોડીને હળ બનાવતા કારખાનામાં તેણે નોકરી લીધી ત્યાં પણ તેણે કેટલીક નવી નવી શોધો કરી. લ્યુથરે ખેતરમાં સૌથી સારી જાતનાં અને વધુ પ્રમાણમાં શાકભાજી તથા ફળો ઉગાડીને તેણે કીર્તિ સંપાદન કરી. મોટા સુંદર બટાટા, ગુલાબ અને બીજા અસંખ્ય ફૂલો તેમણે આપેલી ભેટ છે. તેમણે વિશિષ્ટ જાતના પ્લમકોટ તથા શાસ્ટા ઉગાડ્યા અને તે દ્વારા તે ખૂબ જ વિખ્યાત થયા. તેમનામાં એવી અજબ શક્તિ હતી કે જે ચીજને તે હાથ અડાડતા તે ચીજની જાત સુધરી જતી. તેમણે એક જ ઝાડ ઉપર સેંકડો જુદી જુદી જાતની ચોરી કઇ રીતે ઉત્પન્ન કરી હશે ! તે જાણીને આપણને ચોક્કસ નવાઇ લાગે. તેઓ ખૂબ જ કાળજીપૂર્વક કાર્ય કરતા અને ઉત્તમ પરિણામ મેળવતા. અત્યંત પ્રવૃતિશીલ છતાં વિનોદી વૃતિવાળા આ મહાન વનસ્પતિવિજ્ઞાની 11/4/1926 ના રોજ અવસાન પામતા, વિશ્વને મોટી ખોટ પડી. લ્યુથર જો વિશ્વને ન મળ્યા હોત તો આજે જે સુંદર બગીચાઓનું સૌંદર્ય આપણાં તન-મનને પ્રફુલિત કરે છે તે મળી શકયું ન હોત.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ