Follow US

Responsive Ad

સહજાનંદ સ્વામી 2 એપ્રિલ


શ્રી એલ.વી.જોષી
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદનો જન્મ અયોધ્યા પાસે છપૈયામાં 2/4/1781 ના રોજ રામનવમીના દિવસે થયો હતો. અગિયાર વર્ષની વયે ગૃહત્યાગ કર્યો અને હિમાલયની વાટ પકડી, યાત્રાએ નીકળી ગયા. એ વખતે તેઓ નિલકંઠ બ્રહ્મચારી તરીકે ઓળખાતા હતા. સમગ્ર ભારતમાં તેઓ ભ્રમણ કરતાં કરતાં જૂનાગઢ જિલ્લાના લોએજ ગામમાં આવ્યા. રામાનંદ સ્વામીએ આ બ્રહ્મચારીને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા આપી અને આ સંપ્રદાયની ધુરા તેમને સોંપી. ત્યારથી નીલકંઠ વર્ણીનું નામ સહજાનંદ પડ્યું. સમસ્ત બ્રહ્માંડના સ્વામી ફકત નારાયણ છે એ પ્રતિપાદન કરવા માટે એમણે સ્વામીનારાયણ મહામંત્ર આપ્યો. સ્વામીજીની પરંપરા શિક્ષાપત્રી અને વચનામૃત જેવા સંપ્રદાયના ગ્રંથો મારફત આજ સુધી ચાલુ રહી છે. અજ્ઞાન, વહેમ અને અંધકારરૂપી સુષુપ્તિમાંથી લોકોને જગાડ્યા. તેમણે મંદિરો બંધાવી કલાકારીગરીને પ્રોત્સાહન આપ્યું. પોતાના સાધુસંતોને તેઓ શાસ્ત્રોનો અભ્યાસ પણ કરાવતા હતા. તેમણે કેફી દ્રવ્યો, શુકન-અપશુકન, દોરા-ધાગા વગેરેના ભયથી માનવીને મુકત કર્યો અને તેને ઇશ્વર ભક્તિ પ્રત્યે પ્રેર્યો. સાધુ સંતોને તેમણે જણાવ્યું કે સહન કરીને પણ બીજાના કલ્યાણની કામના કરવી અને ક્ષમા આપવી. શ્રી સહજાનંદ સ્વામીએ ઇ.સ.1830 માં પોતાની જીવનલીલા સંકેલી લીધી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ