Follow US

Responsive Ad

મુરલી ઠાકુર 22 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
ગાંધીયુગના ગુજરાતી કવિ મુરલીધર ઠાકુરનો જન્મ ઇડર પાસેના સુવેર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી, ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સ્થિતી  સારી ન હોવાથી અનેક યાતનાઓ વેઠી, આપબળે જ કૉલેજનું શિક્ષણ લીધું. નરસિંહરાવ દિવેટિયા જેવા વિદ્વાનોની મમતાએ એમનું જીવન ઘડ્યું અને પોષ્યું. ત્યાર પછી મુંબઇની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત થયા. એમની વાક્છટાને કારણે વિદ્યાર્થીઓમાં માનીતા બની રહ્યા. સફરનું સખ્ય માં માતા વિશે એમણે માતૃપ્રેમને ભાવસભર અંજલિ અર્પી છે. પ્રકાશન કાર્ય, ફિલ્મ સેન્સર બોર્ડમાં સભ્યપદ અને મુંબઇ આકાશવાણીના ગુજરાતી વિભાગનું નિર્માતાપદ-એમ વિવિધ ક્ષેત્રે પોતાના વ્યક્તિત્વની મહેકથી આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરી હતી. જે કાર્ય હાથમાં લે તેને દ્રઢ આત્મવિશ્વાસથી પાર પાડતા. રેડિયો સ્ટેશન પર જ એમને હ્રદયરોગનો હુમલો આવ્યો. સારવાર કારગત ન નીવડતાં મુરલીધર ઠાકુરે 22/4/1975 ના રોજ વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા, પણ મુરલી ઠાકુર એના સર્જન સાથેના સાહિત્યમાં અને સાહિત્ય રસિકોમાં સદૈવ જીવંત છે. નાનાં ભૂલકાં જેવાં રમવા જોગાં બાળ, રમતાં રમતાં શિખવે એવી શાળાઓ કયાં આજ ! અરે, મને ખૂંચતું એટલું આજ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ