દિન વિશેષ
વિનુ માંકડ 12 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
વિશ્વ વિખ્યાત ઓલરાઉન્ડર અને જામનગરના પનોતાપુત્ર વિનુ માંકડનો જન્મ 12/4/1917 ના રોજ જામનગર ખાતે થયો હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું ભાગ્ય પલટાયું. ટેસ્ટમાં બે હજાર અને સો વિકેટોની સિદ્ધિ મેળવી હતી. માંકડના જીવનનો યાદગાર ટેસ્ટ ઇ.સ.1952 માં ઇંગલેન્ડ ખાતેના ઓવલના મેચ દરમિયાન બોલીંગ અને બેટીંગમાં જે શાનદાર દેખાગ કર્યો તે હતો. આખું મેદાન ક્રિકેટ રસિકોથી ખીચોખીચ ભરેલું હતું. જેમાં એક ખાસ મહેમાન ઇંગ્લેન્ડના રાણી ઇલીઝાબેથ પણ હાજર હતા. વિરામના સમયે તેમણે માંકડને રૂબરૂ બોલાવી અભિનંદન આપતા કહ્યું કે મેં તમારી રમત ટીવી ઉપર જોઇ અને એ માટે ખાસ અભિનંદન આપવા આવી છું. સર ડોનાલ્ડ બ્રેડમેને પોતાની સહી અને ફોટાવાળો પત્ર માંકડને આપ્યો હતો જેમાં લખ્યું હતું : ‘વેલ બોલ્ડ માંકડ આઇ એમ હાઇલી ઇમ્પ્રેસ્ડ’. વિનુ માંકડે આ વાંચી ખુશી થતાં જણાવ્યું કે મારે માટે આ અદભુત માનપત્ર છે. તેમને મન ક્રિકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વના રહ્યા હતા. આ ત્રણનું હિત સાચવવામાં, એની સેવા કરવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પરવા નથી કરી. ઇ.સ.1978 માં મુંબઇ ખાતે વિનુ માંકડનું અવસાન થતાં ક્રિકેટ રસિકોને મોટી ખોટ પડી.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ