Follow US

Responsive Ad

તમારા જીમેઇલ એકાઉન્‍ટની સિક્યુરિટી કેવી રેતે વધારશો?

કમલેશ ઝાપડિયા
કેમ છો મિત્રો! 
તમને પાસ્‍વર્ડનો સતત ભય રહેતો હોય અને વારંવાર પાસ્‍વર્ડ બદલવો પડતો હોય તો તમારા માટે એક સરસ ઉપાય છે. તમે જીમેઇલ એકાઉન્‍ટમાં તમારો મોબાઇલ નંબર ઉમેરી દો એટલે જ્યારે તમે લોગીન થશો એટલે તમારા ઈમેઇલ આઇડી, પાસ્‍વર્ડ ઉપરાંત એક કોડ માગશે. એ કોડ તમારા મોબાઇલ પર ટેક્સ મેસેજ કે વોઇસ મેસેજથી તરતજ તમને મળશે. તમે જે પસંદ કર્યુ હશે તે પ્રમાણે કોડ મળશે. જો તમે આ સુવિધાનો લાભ લેવા ઈચ્‍છતાં હો તો નીચેના સ્‍ટેપ અનુંસરો.
 સૌ પ્રથમ લોગીન થાઓ.

ત્યાર બાદ માય એકાઉન્ટ પર ક્લિક કરો.
ચિત્ર પ્રમાણે એડીટ પર ક્લિક કરો.


હવે દેશ પસંદ કરી તમારો મોબાઈલ નંબર લખો.
નીચેના ચિત્ર પ્રમાણે એક વિકલ્પ પસંદ કરો. જો તમારે ટેક્ષ મેસેજ જોઈતો હોઇ તો પ્રથમ વિક્લપ પસંદ કરો. વોઇસ મેસેજ જોઈતો બીજો વિક્લપ પંસંદ કરો. અને આગળ વધો.
તમારા મોબાઇલ પર આવેલો કોડ લખો.

ફરીથી તમારો આઇડી પાસ્‍વર્ડ લખો. અને સાઇનઇન થાઓ.
જો તમારે આ સુવિધા બંધ કરવી હોય તો નીચેના ચિત્રમાં બતાવ્‍યા પ્રમાણે પેલું સ્‍ટેપ અનુંસરો. અને તમારો મોબાઇલ એડ કરવા બીજુ સ્‍ટેપ અનુંસરો.

બસ તમારી સુવિધા શરું થઇ ગઈ. જયારે તમે લોગીન થશો ત્યારે તમારા મોબાઇલમાં કોડ મળશે જે તમારે લખવાનો રહેશે પછી જ જીમેઇલ ખૂલશે. પણ તમે તમારા બ્રાઉજરમાં પાસ્વર્ડ સેવ ન કરેલો હોવો જોઇએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ