Follow US

Responsive Ad

પન્નાલાલ પટેલ 6 એપ્રિલ


શ્રી એલ.વી.જોષી
ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ઇ.સ.1912 માં રાજસ્થાનના ડુંગરપુર ગામમાં થયો હતો. માત્ર આઠ ચોપડી ભણેલા વડીલની છત્રછાયા વગર કિશોર પનાએ કારખાનામાં કામ કર્યું. ખેતરમાં મજૂરી કરી અને વાસણ-કપડાંય ધોયા. ત્યારે કોઇને કલ્પના પણ નહિ હોય કે એક દિવસ પનામાંથી પન્નાલાલ થઇ ગુજરાતનો સમર્થ, વિચક્ષણ સાહિત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશી ભેટી ગયા. ભીતરનો સુષુપ્ત સર્જક જાગી ઊઠ્યો ને સર્જન સરવાણી અવિરત વહેવા માંડી.પરિણામ સ્વરૂપે માનવીની ભવાઇ, મળેલા જીવ, વળામણાં જેવી ચાલીસેક જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને મળી. છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે લગભગ 185 જેટલી સાહિત્યકૃતિઓ ભેટ ધરી છે તે ગુજરાતી સાહિત્યને એમનું નાનુસૂનું પ્રદાન નથી. ઇ.સ.1950 માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઇ.સ.1986 માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો. તેમની સર્જનકૃતિઓ પોતાના પ્રકાશગૃહ સાધન પ્રકાશન દ્વ્રારા જ પ્રગટ થતી રહી હતી. જીવન સંધ્યાએ તેમણે અરવિંદ જીવન દર્શનથી પ્રભાવિત થઇ સાધનાના પંથે પ્રયાણ કર્યું. 6/4/1989 ના રોજ તેમનું અવસાન થયું. હૈયા ઉકલત અને અનુભૂતિની સચ્ચાઇ આ બે સર્વોપરી લક્ષણોથી પન્નાલાલનું પન્નાલાલપણું પાંગરી ઊઠયું અને ગુજરાતી સાહિત્યવિશ્વ સમૃદ્ધ થઇ ગયું.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ