Follow US

Responsive Ad

સચ્ચિદાનંદ અજ્ઞેયજી 4 એપ્રિલ


શ્રી એલ.વી.જોષી
હિન્દી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર સચ્ચિદાનંદ વાત્સાયનનો જન્મ ઇ.સ.1911 માં થયો હતો. બાળપણથી જ સંસ્કૃત,ફારસી અને અંગ્રેજી શિક્ષણનો એમણે અભ્યાસ કર્યો. દરમિયાન ભગતસિંહ જેવા ક્રાંતિકારો હેઠળ રાષ્ટ્રીય ચળવળ જોર પકડતી હતી એટલે અજ્ઞેય પણ આ પ્રવૃતિમાં સક્રીય બન્યા. બોમ્બ બનાવવા સબબ એમની ધરપકડ થઇ. આ જેલવાસ દરમિયાન એમના સર્જનમાં વેગ આવ્યો. એમની અનેક વાર્તાઓ અને સુંદર નવલકથાઓનું મૂળ એ જેલનિવાસ છે. એ પ્રકાશન સાથે જ એમને અજ્ઞેય જેવું ઉપનામ મળ્યું. તેમણે સૈનિક, આરતી, પ્રતીક, નયા પ્રતીક, નવભારત ટાઇમ્સ જેવા સામયિકોનું સંપાદન કર્યુ હતું. તેમણે યુરોપ-અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હતો. શેખર-એક જીવની અને નદી કે દ્વિપ એમની પ્રખ્યાત નવલકથાઓ છે. કિતની નાવો મેં કિતની બાર ને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળેલો તો તારસપ્તક થી  તેમણે હિન્દી કવિતાને નવું સ્વરૂપ આપ્યું. દિનમાન જેવા સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. નવભારત ટાઇમ્સ ના સંપાદક તરીકે સેવાઓ પણ આપી. હિન્દી સાહિત્યના ઇતિહાસમાં સાહિત્યકાર તરીકે એમની પ્રતિભા બહુમુખી છે. એમનું દેહાવસાન 4/4/1987 ના રોજ થયું. સાહિત્યમાં યુગોસ્લાવિયાનું પારિતોષિક મેળવી વિશ્વના કવિઓમાં પોતાનું સ્થાન નિશ્વિત કરનાર મહાન સર્જક અજ્ઞેયજીને ભાવભીની અંજલિ.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ