દિન વિશેષ
એન્ટન ચેર્ખોફ 7 જાન્યુઆરી
શ્રી એલ. વી. જોષી
સુપ્રસિદ્ધ રશિયન સાહિત્યકાર એન્ટન ચેર્ખોફનો જન્મ 7/1/1860 ના રોજ રશિયાના એક ખેડૂત કુટુંબમાં થયો હતો.બાળપણમાં જ તેમણે ભયંકર સામાજિક આર્થિક અસમાનતા નિહાળી અને અનુભવી.તેથી જ તેમણે
એ અસહ્ય યાતનાઓને પોતાની સાહિત્યિક કૃતિઓમાં વાચા આપી,વિશ્વ સમક્ષ રજૂ કરી. તેમની સર્જનાત્મક
શક્તિની અભિવ્યક્તિ તેમની નવલિકાઓમાં તેમ જ નાટ્યકૃતિઓમા થઇ છે.તેમની નવલિકાઓમાં હાસ્યવિનોદ જોવા મળે છે જ્યારે તેમનાં લખેલાં નાટકો દુ:ખાન્ત છે. સરળ અને લાઘવયુકત લેખનશૈલી એ તેમની વિશેષતા છે.સૂચનાત્મક રીતે વાર્તાનું રહસ્ય પ્રગટ કરવાની તેમની શક્તિ અદભુત છે.’ધી લેડી વિથ ડોંગ’,ધી શેમેલિયોન’ (કાચંડો) વગેરે તેમની જગપ્રસિદ્ધ વાર્તાઓ છે. તેમની અજોડ લઘુકથા અને નાટયકૃતિઓ યુરોપિયન
સાહિત્યમાં માઇલસ્ટોન બની રહી છે.આ સુપ્રસિદ્ધ નાટયકાર અને નવલિકાકારનું ઇ.સ.1904 માં માત્ર 44 વર્ષ- ની વયે અવસાન થયુ.ગોર્કી અને ટોલ્સટોયના આ મિત્ર અલ્પાયુમાં જ ‘રશિયન સાહિત્યના રાજવી’બન્યા હતા એમનો દ્દષ્ટિકોણ માનવતાવાદી હતો. માન-સન્માનનો એને કશો અભરખો ન હતો. પોતાના દેશ અને તેમના લોકો પ્રત્યે તેમને અસીમ અનુરાગ હતો.તેથી જ ટોલ્સટોયે તેમને કહ્યું હતું : ‘તમે ખરા અર્થમાં રશિયન છો,સોએ સો ટકા રશિયન’. લીઓનીડ કહે છે કે ‘ચેર્ખોફનું લખાણ વાંચીને રશિયાના લોકો વધુ પ્રામાણિક બન્યા છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ