દિન વિશેષ
માર્ટિન લ્યૂથર કિંગ 15 જાન્યુઆરી
શ્રી એલ.વી.જોષી
ગાંધી વિચારના પરમ ઉપાસક અને આરાધક ડૉ.માર્ટિન લ્યૂથર કિંગનો જન્મ 15/1/1929 ના રોજ અમેરિકામાં થયો હતો.નાનપણથી જ તેમણે કાળાગોરાના ભેદ જોયા અને પ્રતીતિ થઇ કે રંગદ્વેષના આ મહારોગના મૂળ ખૂબ ઊંડા છે. દરમિયાન તેમણે દાર્શનિક થોરોનો નિબંધ વાંચ્યો અને ગાંધીજીના જીવન વિશે વિચારો સાંભળીને તેઓ એટલા પ્રભાવિત થયા કે એમના જ માર્ગે આગળ વધવા કમર કસી.અમેરિકન નિવાસી હબસીઓને નાગરિક તરીકેના તમામ હક્ક પ્રાપ્ત થાય એ એક માત્ર ધ્યેય પાછળ તેઓએ જીવનભર સંઘર્ષ કર્યો.ગાંધીજીની અહિંસક ‘દાંડીયાત્રા’ ની જેમ ‘વોશિંગ્ટન કૂચ’ અને ‘મોટંગમરી કૂચ’ આદરીને ‘અમેરિકાના ગાંધી’ નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. ગાંધીજીના મૃત્યુ બાદ એમનો અહિંસક સત્યાગ્રહનો વિચાર ડૉ.કિંગ દ્વ્રારા અમેરિકામાં પુનરાવતાર થવા પામ્યો અને જગતને ફરી એકવાર અહિંસાની કાર્ય સાધક શક્તિનું દર્શન થયું. ઇ.સ.1964માં તેમને વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું.માત્ર 39 ની વર્ષની યુવાન વયે ઇ.સ.1968માં એક ગોરા માણસે એમની હત્યા કરી.મૃત્યુ પછી ગાંધીજીની ઇચ્છા તો કોઇ હરિજનને ત્યાં જ જન્મ લેવાની હતી,પરંતુ નિગ્રો લોકોની દુર્દશા જોઇને એમણે પોતાનો વિચાર બદલ્યો હોય, ડૉ.કિંગના રૂપમાં એમનો પુનરાવતાર થયો છે એમ કહી શકાય. ચેસ્ટર બોલ્સે અંજલિ આપતા કહ્યું કે ‘ છેલ્લા સો વર્ષના ભારે જહેમતભર્યા માર્ગે જે સિદ્ધ ન થયું તે ડૉ.કિંગે મહાત્મા ગાંધીજીની કાર્યપદ્ધતિથી માત્ર દશ જ વર્ષમાં સિદ્ધ કરી બતાવ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ