દિન વિશેષ
મહાદેવ ગોવિંદ રાનડે 16 જાન્યુઆરી
શ્રી એલ.વી.જોષી
પ્રખર ન્યાયમૂર્તિ મહર્ષિ ગોવિંદ રાનડેનો જન્મ ઇ.સ.1842 માં થયો હતો. સ્નાતક થયા બાદ કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યુ. કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિમણૂક થઇ.’હિંદી રાષ્ટ્રીય મહાસભા’ ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા.તેમનો ‘મરાઠા સત્તાનો ઉદય’
સૌજન્ય-indianetzone.com |
ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૂના જ રહ્યું હતું. વ્યાખ્યાનમાળા,ઔધિગિક પ્રદર્શન,પ્રાર્થના સમાજ જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા.’વિધવા વિવાહ ઉત્તેજકમંડળ’ના તેઓ સક્રીય સભ્ય
હતા.22 વર્ષના લગ્નજીવન પછી તેમના પત્ની ક્ષયથી અવસાન પામતાં બીજીવાર લગ્ન પણ કરેલા આપણાં ભારતીય સમાજમાં પેસી ગયેલાં અનેક કુરિવાજો,જેવા કે વિધવા વિવાહ પર પ્રતિબંધ,સ્ત્રીઓની અવનત દશા,અસ્પૃશ્યતાનું કલંક,બાળલગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાના પાયાનું મૂલ્યવાન કાર્યં કર્યું. હિન્દી,અર્થશાસ્ત્ર અને સમાજ સુધારણા પરનાં તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડુતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું.બ્રિટિશ સરકારે
તેમને ફાઇનાન્સ કમિટીમાં પણ સમાવ્યા હતા. 16/1/1916 ના રોજ સમાજ સુધારક મહાદેવ રાનડે અવસાન પામ્યા તેમના જીવનનો મંત્ર હતો. ‘ To dare to will execute and to be silent.’
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ