શ્રી એલ.વી.જોષી
|
સૌજન્ય- indianchild.com |
સ્વાતંત્રના અણનમ યોદ્ધા,ચેતનાનો મહાધોધ એટલે સુભાષચંદ્ર બોઝ.તેમનો જન્મ 23/1/1897 ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો.બાળપણથી જ તેજસ્વી હતા.આઇ.સી.એસ.ની પરીક્ષા ઉતીર્ણ કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. દેશબંધુએ સુભાષબાબુને બંગાળ રાષ્ટ્રીય વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા.સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા.આ નજરકેદમાંથી છટકીને ભાગી જઇ માતૃભૂમિને આઝાદ કરવા તેઓ થનગની રહ્યા હતા.જાપાનમાં વસતા શ્રી રાસબિહારી બોઝે સ્વયં નિવૃતિ લઇ ’આઝાદ હિન્દ ફોજ નું સુકાન સુભાષબાબુને સોંપ્યું.તેમણે આકાશવાણી પર આપેલા ‘ચલો દિલ્હી’ અને ‘જયહિન્દ’ના સૂત્રો
|
સૌજન્ય-pib.nic.in |
દેશભરમાંગુંજી રહ્યાં. હિંદભરમાં યુવક પ્રવૃતિઓનું પ્રચંડ આંદોલન અને કામદાર વર્ગની સભાનતાને કારણે દેશભરમાં એક જબરદસ્ત જહાલ પક્ષ ઊભો થયો. દરમિયાન છૂપી પોલીસ તો સુભાષબાબુને પકડવા આકાશ-પાતાળ એક કરી રહી હતી.તેઓ વિમાન માર્ગે બર્લિન ગયા.બર્લિનમાં હિટલરે એમનું જાહેર સ્વાગત કર્યું અને ‘હિંદનાસરનશીન’ તરીકે ઓળખાવ્યા.સુભાષબાબુ સીંગાપુરથી સાયચીન પહોંચ્યા તે પછીની વિમાનયાત્રા અને ઘટનાઓ પર રહસ્યનું ધુમ્મસ આજ દિન સુધી છવાયેલું છે. વીસમી ઓગષ્ટ, 1945ના રોજ આ અણનમ યોદ્ધાને આખરી સલામ આપવામાં આવી.તેમના દેહના વિસર્જન છતાં પણ આ યોદ્ધો મર્યો નથી. તેમની ફનાગીરીની જ્યોત ભારતવાસીઓમાં સદૈવ ઝળહળે છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ