દિન વિશેષ
બરકત વિરાણી ‘બેફામ’ 2 જાન્યુઆરી
ગુજરાતી ગઝલ સાહિત્યમાં સદાને માટે અમર થઇ ગયેલું નામ એટલે જનાબ બરકતઅલી ગુલાબહુસેન વિરાણી.તેમનો જન્મ ભાવનગર જીલ્લાના ઘાંઘળી ગામમાં ઇ.સ.1923 માં થયો હતો. તે છટ્ઠા ધોરણમા આવ્યા ત્યારે તેમણે પ્રથમ ગઝલ લખી એ અરસામાં કિસ્તમભાઇ તેમના ગઝલગુરૂ બન્યા. બેફામે તેમની પાસેથી ગઝલનું શાસ્ત્રીય શિક્ષણ મેળવ્યું.આ પાણીદાર ગઝલકારને મુંબઇ લઇ જવાનુ માન ગઝલસમ્રાટ સ્વ.શયદાને ફાળે જાય છે. તે વખતના લોકપ્રિય સામયિક ‘બે ઘડીમાં મોજ’ અને ‘વતન’ માં તેમણે કામ કર્યું.આકાશવાણી સમાચાર વિભાગમાં સ્ક્રિપ્ટ એડિટર તરીકે જવાબદારી સંભાળી.બેફામના ગઝલસંગ્રહો ‘માનસર’, ’ઘટા’ તથા ‘પ્યાસ’ ની એકથી વધુ આવૃતિઓ પ્રસિદ્ધ થઇ છે.તેમનો છેલ્લો સંગ્રહ ‘પરબ’ પણ પ્રસિદ્ધ થયો છે. ગુજરાતી ગઝલોમાં અત્યંત સરળતા ઉપરાંત ઊંચુ દર્દ ઘૂંટી શકેલા શાયરોમાં ‘બેફામ’ નું નામ સૌથી પ્રથમ મૂકવું પડે.એટલું જ નહી,ગઝલના મકતામાં મૃત્યુ અંગેનો શેર મૂકીને જીવનની ફિલસૂફી રજૂ કરી દેવાની એમની સ્ટાઇલ બીજા કોઇ ગુજરાતી શાયરમાં ભાગ્યે જ જોવા મળે.2/1/1994 ના રોજ મુંબઇ ખાતે જ્યારે તેમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે ગુજરાતી ગઝલનો તખતો સૂનો થઇ ગયો.પણ એમની એક ગઝલના શેરમાં કહેતા ગયા છે:
“આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”
ગુજરાતી પ્રતિભા પરિચય પરસફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી; ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
અને તેમના અવાજમાં સાંભળો અહિં થી.
omnipresentmusic
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ