Follow US

Responsive Ad

દલપતરામ 21 જાન્યુઆરી

શ્રી એલ.વી.જોષી 
indianetzone.com
ગુજરાતી પ્રજા પાસેથી  ‘કવીશ્વર’ નું બિરુદ પામનાર દલપતરામનો જન્મ 21/1/1820 ના રોજ વઢવાણમાં થયો હતો. સામાન્ય અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરેલ આ બાળકને પિતા પાસેથી સાત્વિક સંસ્કારનો વારસો મળ્યો.જેને નાનપણથી જ પદ્યરચના કરવાનો નાદ તેવા દલપતરામને  સદભાગ્યે  સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓનો સત્સંગ થયો.હાસ્યરસના નિરૂપણમાં  તેની આગવી સિદ્ધિ હતી.’મિથ્યાભિમાન’નાટકના જીવરામ ભટ્ટ,‘સાંબેલું બજાવે તો હું જાણું, ‘ઊંટ કહે આ સભામાં, ’અંધેરી નગરી અને ગંડુરાજા’ માં એમનો વિશિષ્ટ હાસ્યરસ અને માર્મિક વ્યંગ તરી આવતો જણાય છે. તેમણે ‘ફાર્બસવિરહ’ જેવી શોક કવિતા પણ રચી. તેમની લેખન રીતિમાં ઠાવકો ઠપકો,મધુરતા અને  નિર્મળતા છે.નિબંધ, નાટક અને  વાર્તા આ રીતે તેઓએ ગદ્યના 25 જેટલા પુસ્તકો લખ્યાં છે.’બુદ્ધિપ્રકાશ’ સામયિકને જીવતદાન આપી તેની કાયાપલટ કરવામાં દલપતરાનો ફાળો બહુ મોટો  છે.તેમણે સમાજને ગમ્મત  અને જ્ઞાન આપીને ‘ધીરે ધીરે સુધારાનો સાર’ પ્રજાને પાયો છે.તેમની કવિતા સામાજિક જીવનના ઐતિહાસિક દસ્તાવેજ સમી છે.બ્રિટિશ સરકારે તેમેને સી.આઇ.ઇ.નો ઇલકાબ એનાયત  કર્યો હતો.પુત્ર  નાનાલાલ અને પિતા દલપતરામે 150 વર્ષ સળંગ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તે ઐતિહાસિક છે.ઇ.સ.1898માં 78 ની વર્ષની વયે જયારે તેઓ  ‘હરિલીલામૃત’ કાવ્ય લખી રહ્યા હતા ત્યારે તેમનું નિધન થયું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ