દિન વિશેષ
ભિક્ષુ અખંડાનંદ 4 જાન્યુઆરી
શ્રી એલ. વી. જોષી
સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્યની પ્રકાશન પાછળ જેમની પ્રેરણા સદાય સૌને માર્ગદર્શન બની રહી છે તેવા ભિક્ષુ અખંડાનંદનો જન્મ ઇ.સ.1874 માં બોરસદ ગામે થયો હતો. તેમના પૂર્વાશ્રમનું નામ લલ્લુભાઇ ઠક્કર. અભ્યાસ દરમિયાન નાની કવિતાઓ લખવાનો ચસકો લાગ્યો. મહાશિવરાત્રીને દિવસે શાંકર સંપ્રદાયની વિધિ મુજબ તેમણે દીક્ષા લીધી. એ જમાનામાં સારા પુસ્તકો બહુ મોંઘા મળતા અને ભાષાકીય દ્દષ્ટિએ પણ ભારેખમ.આ બધાં અવલોકનો પછી એમણે ‘સસ્તુ સાહિત્ય’શરૂ કર્યુ.સસ્તા ભાવે કાગળ અને બીજી સામગ્રી મેળવવા સતત પ્રવાસ ખેડતા.તેમને ખૂબ ગમેલા ભાગવતના એકાશ સ્કંધંનું તેમણે પ્રકાશન કર્યુ.સંસ્કૃત ધર્મગ્રંથો, નીતિશાસ્ત્ર, બાળકથાઓ અને મહિલા ઉપયોગી વિવિધ ગ્રંથો સરળ ભાષામાં અને સસ્તા દરે ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા સફળ પ્રયત્નો કર્યા. ’અખંડાનંદ’ સામયિકે ગુજરાતનું સંસ્કાર ઘડતર કર્યુ છે.ગીતા સહિત
ધર્મ સંસ્કારના પુસ્તકોની 54000 નકલો માત્ર સાડાત્રણ વર્ષમાં જ વેચીને વિક્રમ સજર્યો.એમ.જે.પુસ્તકાલયને તેમણે વિવિધ ભાષાના દસ હજાર પુસ્તકો ભેટમાં આપીને ઉદાત ભાવનાનું દ્દષ્ટાંત પૂરું પાડયું છે. 4/1/1942ના રોજ વહેલી સવારે સ્વામીજીએ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી. આખરે અખંડ હતું તે અખંડ રહ્યું અને
ખંડિત હતું તે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયું. ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય સેવા અમર અને અજોડ છે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ