દિન વિશેષ
કુંદનલાલ સાયગલ 18 જાન્યુઆરી
શ્રી એલ.વી.જોષી
પરદે ગંજી ઊઠયો. ત્યારપછી તો ન્યૂ થિયેટર્સના બેનરમાં તેણે ઘણી ફિલ્મોમાં ગાયન સાથે અભિનયના પણ ઓજસ પાથર્યા. ‘યહુદી કી લડકી’, ‘પૂજારીન’, ‘દેવદાસ’, ‘મેરી બહેન’ વગેરેમાં અભિનય આપ્યો. મિર્ઝા ગાલીબની ગઝલોને પોતાનો સૂરનો સથવારો આપ્યો છે. ‘એક બંગલા બને ન્યારા’ અને ‘બાલમ આન બસો મેરે મનમેં’ ગીતોની તાજગી આજે પણ ઝાંખી નથી થઇ,આ ગીતોને કયારેય પાનખર લાગવાની નથી.ઉપરાંત ભકત સૂરદાસ’, ‘તાનસેન’, ‘ભંવરા’, ‘ઉમ્મર ખય્યામ’ અને ‘શાહજહાંન’ જેવી ફિલ્મોમાં ગીત ગાયા.એ સૂરો કાનમાં પડતાની સાથે જ સાંભળનારને આનંદની સમાધિમાં લીન કરી દેતા હતા. તેઓ જેવા મહાન કલાકાર હતા તેવા જ ઉદાત ગુણોથી ભર્યા ભર્યા મહામાનવ પણ હતા.સાયગલ માત્ર 42 વર્ષની ઉંમરે 18/1/1946 ના રોજ પોતાના વતન જલંધરમાં સૂરના સહારે ઇશ્વરના સાન્નિધ્યમાં પહોંચી ગયા. તેમની ઇચ્છા પ્રમાણે તેમની અંતિમ યાત્રામા તેમનું જ ગીત ‘હમ જી કે ક્યા કરેંગે જબ દિલ હી તૂટ ગયા’ હવામાં લહેરાતું હતું અને માહોલને ગમગીન બનાવતું હતું.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ