દિન વિશેષ
લાલબહાદુર શાસ્ત્રી 11 જાન્યુઆરી
શ્રી એલ.વી.જોષી
કદના વામન પણ વિરાટ માનવ,ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ ઇ.સ.1904 માં ઉત્તરપ્રદેશના મુગલસરાઇ ગામમાં થયો હતો. અભ્યાસ શરૂ કર્યો એટલામાં ગાંધીજીઇ વિદ્યાર્થીઓને અસહકારની લડતમાં જોડાવા હાકલ કરી,લાલબહાદુરે એ હાકલને ઝીલી લીધી. પછી કાશી વિદ્યાપીઠમાં તત્વજ્ઞાનના વિષય સાથે
માટે રહ્યાં.આ સમયમાં તેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જે મહત્વનું કાર્ય કરી બતાવ્યું તેનું સમગ્ર રાષ્ટ્રની પ્રજા આદર સાથે સ્મરણ કરે છે. અન્ન કટોકટી વેળાએ દર સોમવારે એકટાણું કરવાની શરૂઆત પોતાના પરિવારથી કરી હતી. તેમણે ‘જય જવાન જય કિશાન’ જેવું અદભુત સૂત્ર પણ આપ્યું. વિનમ્ર તો એવા કે અદના નોકરને પણ પ્લીઝ કે થેંકયુ કહેતા રહે.પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ બાદ રશિયાની દરમિયાનગીરીથી તાશ્કંદ શહેરમાં મંત્રણા માટે ગયા અને ત્યાં 11/1/1966 ની વહેલી સવારે શાસ્ત્રીજી જીવલેણ હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યા. એક મહાન પુરુષના પાર્થિવ દેહને ભારતની જનતાએ શ્રદ્ધાના સુમન સમર્પ્યા. શાસ્ત્રીજીએ 18 માસની કારકિર્દીને શ્રીમદ ભગવદગીતાના 18 અધ્યાયની માફક સાર્થક બનાવી.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ