શ્રી એલ.વી.જોષી

ભારતને વૈજ્ઞાનિક પ્રગતિને પંથે દોરનાર મહાન વૈજ્ઞાનિક ડૉ.હોમી જહાંગીર ભાભાનો જન્મ ઇ.સ.1909 માંથયો હતો.પિતાના વિચારને અનુસરીને તેઓ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ તરફ વળ્યા.ત્યારબાદ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરવાની તક મળી.તેમણે માત્ર સંશોધનમાં જ પોતાનો સમય વ્યતીત ન કર્યો, પરંતુ ભારતના ભાવિને નજર સમક્ષ રાખીને તેમણે તેજસ્વી સ્નાતકોને વિજ્ઞાનની લગની લગાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.તેની મહત્વની શોધોનો ઉલ્લેખ કરીએ તો વિશ્વ કિરણોને લગતુ સંશોધન, પરમાણુ ભટ્ઠીમાં ફરી ફરી મૂળ પદાર્થો વાપરી સસ્તું બળતણ મેળવવું,મેસનકણોની શોધ વગેરે સવિશેષ છે. આજે ભારતમાં આપણે જે કંઇ અણુશક્તિ આધારિત ઉદ્યોગો, વિદ્યુતઘરો અને ભારે ઉદ્યોગો જોઇએ છીએ એનુ શ્રેય આ મહાન વૈજ્ઞાનિકને ફાળે જાય છે. તેમની પાસે રચનાત્મક અભિગમ હતો. તેઓ શાંતિના ઉપાસક હતા. ટાટા રસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં એકી સાથે ત્રણસો જેટલા વૈજ્ઞાનિકોને ઉચ્ચકક્ષાની તાલીમ આપતા.પોતાની વૈજ્ઞાનિક શોધો અંગેની એક એક વિગત તેમણે એટલી ચોકસાઇથી ટપકાવી રાખેલી કે 24/1/1966 ના રોજ ડૉ.હોમી ભાભાનું વિમાન અકસ્માતમાં નિધન થયું છતાં પણ રાષ્ટ્રના અણુશક્તિ પંચનું કાર્ય અવિરતપણે ચાલુ રહી શકયું છે.તેમણે આધુનિક ભારતીય વિજ્ઞાનને વિશેષ કરીને અણુ વિજ્ઞાનને આપેલી દિશા તેમનું નામ અજરામર કરી ગઇ.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ