Follow US

Responsive Ad

બારીન્દ્રકુમાર ઘોષ 5 જાન્યુઆરી

શ્રી એલ.વી. જોષી

      ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારોની ફોજ ઊભી કરનાર બારીન્દ્ર ઘોષનો જન્મ 5/1/1880 ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. શ્રી અરવિંદ અને બારીન્દ્ર બેઉ ભાઇ જન્મ્યા હતા તો ઇંગ્લેન્ડના ખોળે એટલું જ નહીં,પણ પાશ્વાત્ય સંસ્કારોની એ બાંધવ  બેલડી પર ઘેરી અસર હતી. અંગ્રેજી સંસ્કારોથી અભિભૂત  થયેલા પિતાએ  અરવિંદનુ એક્રોઇડને બારીન્દ્રનું ઇમેન્યુએલ એવા નામ પાડેલા.

     બારીન્દ્ર એટલા  તોફાની હતા કે દશ વર્ષની ઉંમર સુધી તેને મૂળાક્ષર પણ ઓળખતાં નહોતા આવડતા.પરંતુ તેજસ્વી બુદ્ધિના આ બાળકે પછીથી ઝડપી પ્રગતિ સાધી.અરવિંદના ક્રાંતિકારી વિચારોનો તેણે પ્રચાર કર્યો.અરવિંદ બારીન્દ્રની બાંધવ બેલડીને પ્રતાપે ગુજરાતને બોંબ પ્રવૃતિઓ રંગ લાગ્યો અને તેઓ સૌ ક્રાંતિકારીઓની પ્રેરણામૂર્તિ બની ગયા.ટ્રેનમાં બોંબ ફોડવા સબબ બારીન્દ્ર-ની  ધરપકડ થઇ  અને તેમને કાળાપાણીની  સજા કરવામાં આવી.થોડા નવા સુધારા આવ્યા અને બારીન્દ્રને જેલમુક્તિ મળી.પછીથી તેમણે પત્રોનું તંત્રીપદ સંભાળ્યું.ગાંધીજીએ અસહકાર શરૂ કર્યા પછી બારીન્દ્રે બિજલીપત્ર શરૂ કર્યુ. એમની લેખનશૈલી છેક સુધી ઉગ્ર અને પ્રેરક રહી હતી. કલકતામાં એક પણ અંગ્રેજી કે બંગાળી સામયિક  એવું નહોતું કે  જેણે એમના લેખ પ્રગટ  કરવામાં ઉત્સાહ ન સેવ્યો હોય ! જીવનભર દેશકાર્ય કરતાં બારીન્દ્ર ઇ.સ.1959 માં 79 વર્ષની જૈફ વયે હ્રદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેઓ ખરા અર્થમાં બંગાળની-ભારતની ઉદ્દામ સશસ્ત્ર ક્રાંતિના પિતા હતા એમ કહી શકાય.   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ