શક્તિ અને સામર્થ્યનો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ 12/1/1863 ના રોજ થયો હતો. બાળપણમાં તેઓ તોફાની અને લાગણીશીલ હતા. રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃત્પ થઇ. શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં વ્યાખ્યાનો દ્વારા ધર્મધુરંધરોને મંત્રમુગ્ધ કરી દેનાર સ્વામી વિવેકાનંદની સાચી શક્તિની ઓળખ તો ત્યારપછી જ ભારતવાસીઓને થઇ.તેમના વ્યાખ્યાનો 10 ભાગમાં પ્રસિદ્ધ થયા છે. પોતાના ગુરૂ રામકૃષ્ણની સ્મૃતિમાં ‘શ્રી રામકૃષ્ણ મિશન’ ની સ્થાપના કર્યા બાદ,બ્રહ્મચારીઓને ગીતા,વેદાંતનો અભ્યાસ કરાવતા.અહીંથી ‘બ્રહ્મવાદિન’, ’પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદબોધન’ નામના સામયિકો શરૂ કરાવ્યા. તેમનુ સ્વાસ્થ્ય કથળવા લાગ્યુ છતાં ભગિની નિવેદિતા સાથે વિશ્વપ્રવાસ કર્યો. બેલુરમા બીજો મઠ સ્થાપ્યો અને રામકૃષ્ણ મઠને ‘વિશ્વમઠ’ માં ફેરવ્યો. એક દિવસ પંચાંગ મગાવી તેમણે દિવસ નક્કી કર્યો. તે દિવસે મહાસમાધિમાં બેઠા, ને ધીરે ધીરે તેમાં લીન થઇ ગયા. તેમના નિષ્પ્રાણ દેહને તેમની આધ્યાત્મિક વારસ સિસ્ટર નિવેદિતાએ અગ્નિ મૂકયો અને ઇ.સ.1902 માં મહાન આત્મા મહાનલમાં સમાઇ ગયો.તેમ- નું નામસ્મરણ સ્ફૂર્તિદાયક મંત્ર છે,તેમના ઉદાત વિચારો પ્રેરણાની પરબ છે. ’Arise ! Awake ! And Stop not, Till, the goal is rached ઊઠો,જાગો અને અટક્યા વિના ધ્યેય સુધી પહોંચો.’
વધુ વિકિપીડિયાપર
તેમનો અવાજ સાંભળો youtube પર
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ