Home » » જોડકણા

જોડકણા

Written By જન્નત on રવિવાર, 22 જાન્યુઆરી, 2012 | 5:24:00 PM

કાગડો 


 શું થયું એ કાળો છે,


 આમ તો એ રૂપાળો છે. 

  સંપનો સરવાળો છે,

  થોડોક અટકચાળો છે.


પોપટ 
        
        પોપટભાઈ ગમવાના,

        મીઠું મીઠું બોલવાના,

       બિલ્લીથી એ ડરવાના,

       ટાબરિયામાં રમવાના.





                      હોલો                       

હોલાજી રે હોલાજી,   
લાગો છો તો ઢોલાજી,
લડવામાં કાં પોલાજી,
ભજનમાં છો મૌલાજી .
      




મોર 

          પક્ષીઓમાં મોર જુઓ,
         ચાલે ત્યારે તોર જુઓ,
          વાદળને ઘનઘોર જુઓ,
          એ વખતે કલશોર જુઓ.




         

   *** અશોક રામાનંદી ***

2 comments:

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.