દિન વિશેષ
અમૃતા શેરગીલ 30 જાન્યુઆરી
શ્રી એલ.વી.જોષી
નામ હતું અ-મૃતા પરંતુ 29 વર્ષની ભરયુવાનીમાં જ એમનું જીવન સમેટાઇ ગયું.પોતાની પીંછીથી,પોતાના આત્માના સૌંદર્યથી રેખાંકનો અને રંગ દ્વારા જગતને ચક્તિ કરી દેનાર આ કલાપ્રેમી નારીનો જન્મ 30/1/1913ના રોજ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં થયો હતો.માત્ર પાંચ વર્ષંની વયે એમણે કાગળ ઉપર દોરેલાં રેખાંકનો જોઇને કલાપ્રેમીઓ નાચી ઊઠ્યા હતા. પેરિસ જઇ ચિત્રકલાનું શિક્ષણ લીધું. ભારત પાછા ફરી અજંતાની ગુફાઓ જોઇને મંત્રમુગ્ધ થયા. તેમનું એક ખૂબ જાણીતું ચિત્ર ‘મધર ઇન્ડિયા’ છે. અમૃતાના ચિત્રોમાં ભારતીયકલા અને પાશ્વાત્ય કલાનો સુભગ સમન્વય થયો છે. તેમણે ચિત્રોમાં નીચલા વર્ગના લોકોની ગરીબીની સાથે સાથે તેમની ગરિમાને પણ વ્યકત કરી. તેણે વિશાળ જનમેદનીને સંબોધતા ગાંધીજીનું પણ એક ચિત્ર દોર્યું હતું અમૃતાની પીંછીમાં માનવ ચહેરાઓ,ચહેરાઓ પરની વિષાદની રેખાઓ,આંનંદની રેખાઓ,દુ:ખ,દર્દ વગેરે ભાવો આ બધું જ સહજ રીતે ઊતરી આવ્યું છે. ’ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રદૂત’ એ સંજ્ઞાથી અમૃતાને આ રાષ્ટ્રે વિભૂષિત કરેલ છે.ટૂંકી માંદગી બાદ ઇ.સ.1941 માં આ મેઘાવી કલાકાર ફાની દૂનિયા છોડી ચાલી નીકળ્યા પુષ્પ બનતાં પહેલા એક કળી કરમાઇ ગઇ. મહાત્મા ગાંધી પણ એમના અવસાનથી વ્યથિત થઇ ઊઠ્યા હતા.ભારતીય ચિત્રકલા ક્ષેત્રે અમૃતા શેરગિલનું નામ અજરામર રહેશે.
http://en.wikipedia.org/wiki/Amrita_Sher-Gil
http://www.sikh-heritage.co.uk/arts/amritashergil/amritashergill.html
sikh-heritage.co.uk |
http://en.wikipedia.org/wiki/Amrita_Sher-Gil
http://www.sikh-heritage.co.uk/arts/amritashergil/amritashergill.html
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ