દિન વિશેષ
રજનીશજી ‘ઓશો’ 19 જાન્યુઆરી
શ્રી એલ.વી.જોષી
મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ.1931 માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.સુધીનો અભ્યાસ પૂર્ણ કરી જબલપુર આવ્યા અને પછી એમ.એ.થઇ પ્રોફેસર બન્યા.બાવીસ વર્ષની ઉંમરે તેમને પરમજ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો અને આધ્યાત્મિક વૈચારિક આંદોલન છેડયું હતુ તેમની સંમોહક વાણી અને અદભૂત વ્યક્તિત્વ તેમના માટે આગવી ઓળખ હતી. તેમણે કોઇ એક સંપ્રદાયના ઠેકેદાર બનવાને બદલે વિશ્વના દરેક વિષય પર સ્વતંત્ર વિચાર વહેતા મૂકયા છે અને તે પણ એક આગવા એંગલથી.આધ્યાત્મિકતાના ઊંડાણ અને વિજ્ઞાનની ઊંચાઇઓની અલૌકિક યાત્રા તેઓ તેમના પ્રવચનમાં કરાવતાં તેમણે વિજ્ઞાનને ભાંડવાને બદલે તેના મહત્વને સ્વીકાર્યુ હતું. વિશ્વની 35 ભાષામાં તેમના લગભગ 600 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.ઓશો કહેતા ‘મારા વિચારોનો માનો નહીં,માપો,પ્રયોગ અને ચિંતન દ્વારા પરખો,યોગ્ય લાગે તો સ્વીકારો.કારણ કે પછી તે વિચારો મારાં નહીં હોય, તમારાં હશે. ’ તેમનો સંદેશ માનવ વિશ્વને વધુ માનવ બનાવશે તેમા સંદેહ નથી. ‘મૈં સિખાને નહીં જગાને આયા હું’. એ તેમને ગમતું વાક્ય છે.19/1/1990 ના રોજ તેમનું દેહાવસાન થયું.મુક્તગગનનું પંખી મુક્તિનો રાહ કંડારી પ્રયાણ કરી ગયું.તેમની સમાધિ ઉપર લખ્યું છે : “ OSHO never born,never died only. “ ઓશો-જેમનો ન તો જન્મ છે,ન મૃત્યુ.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ