દિન વિશેષ
ડૉ.રાધાવિનોદ પાલ 10 જાન્યુઆરી
શ્રી એલ.વી.જોષી
આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરનાર ઉત્તમ ધારાશાસ્ત્રી ડૉ.રાધાવિનોદ પાલનો જન્મ ઇ.સ.1886 માં થયો હતો. તેમણે કલકતાથી પોતાની જાહેર કારકિર્દીનો આરંભ કર્યો. કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ અને પછી કલકતા યુનિવર્સિટીના ઉપકુલપતિ થવાનું બહુમાન મેળવ્યું.તેમણે ઘણાં આંતરાષ્ટ્રીય કાનૂની કમિશનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને એક સક્રીય સભ્ય તરીકેનુ બહુમાન મેળવ્યુ હતું.
યુનોના આંતરાષ્ટ્રીય લો કમીશનના અધ્યક્ષ તરીકે તેમની સેવા નોંધપાત્ર હતી. ભારત સરકારે એમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ અર્પણ કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇન્ટરનેશનલ મિલિટરી ટ્રિબ્યુનલે જયારે જાપાનીઝ નેતાઓ સામે કામ ચલાવ્યું ત્યારે એક આદર્શ ન્યાયાધીશની હેસિયતથી એમણે કોઇની શેહશરમમાં તણાયા વગર પોતાનો નીડર અભિપ્રાય વ્યકત કર્યો. જાપાનના સમ્રાટે એમને ‘ First order of the Sacred Treasury ‘ થી બિરદાવ્યા તો ટોકિયોના ગવર્નરે એમનું ‘Freedom of the City’ થી બહુમાન કર્યું. ‘હિન્દુ ફિલોસોફી’ અને ‘લો ઇન ધી વૈદિક એઇજ’ એ બે કૃતિઓ એમની પરિશીલનયુકત અધ્યાપન પ્રવૃતિનો નીચોડ છે. ભારત-જાપાનના સંબંધો ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ રહ્યા તે માટે આપણે ડૉ.રાધાવિનોદ પાલના ઋણી છીએ.10/1/1967ના રોજ એમનું દેહાવસાન થયુ.

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ