Follow US

Responsive Ad

જોડકણા

કાગડો 


 શું થયું એ કાળો છે,


 આમ તો એ રૂપાળો છે. 

  સંપનો સરવાળો છે,

  થોડોક અટકચાળો છે.


પોપટ 
        
        પોપટભાઈ ગમવાના,

        મીઠું મીઠું બોલવાના,

       બિલ્લીથી એ ડરવાના,

       ટાબરિયામાં રમવાના.





                      હોલો                       

હોલાજી રે હોલાજી,   
લાગો છો તો ઢોલાજી,
લડવામાં કાં પોલાજી,
ભજનમાં છો મૌલાજી .
      




મોર 

          પક્ષીઓમાં મોર જુઓ,
         ચાલે ત્યારે તોર જુઓ,
          વાદળને ઘનઘોર જુઓ,
          એ વખતે કલશોર જુઓ.




         

   *** અશોક રામાનંદી ***

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ