Follow US

Responsive Ad

અગ્નિ પ્રગટાવવાની કળા

  શ્રી યશવંત મહેતા


પ્રાચીન માનવી પણ બધાં પ્રાણીઓની જેમ અગ્નિથી ડરતો. કુદરતી રીતે ક્યાંક આગ ફાટી નીકળે એનાથી ડરીને ભાગતો.પરંતુ અગ્નિ ખોરાકને શેકે છે અને શેકેલો ખોરાક સ્‍વાદિષ્ટ બને છે એનો એને ખ્‍યાલ આવ્યો. અગ્નિ ટાઢ સામે રક્ષણ કરે છે અને અંધારી ગુફામાં પ્રકાશ આપે તથા તથા રાતે શિકારી પશુઓથી બચવે એ પણ એને સમજાયું. એટેલે પાંચેક લાખ વર્ષ અગાઉ એણે અગ્નિ રાખવા માંડ્યો. એમાથી જ અગ્નિ પૂજા અને અખંડ અગ્નિ રાખવાનો રિવાજ શરૂ થયા. પરંતુ એ પછી લાખો વર્ષ  સુધી પણ અગ્નિ કેમ પેટાવવો એ માનવીને આવડતું નહોતું. છેક નૂતન પથ્‍થરયુગમાં એટલે કે આજથી 20 થી 50 વર્ષ અગાઉના યુગમાં એને ચકમકનો પથ્થર તથા લોખંડ આફળીને અથવા સીસમની લાઠીમાં રવૈયો ફેરવીને અગ્નિ પેટાવતાં આવડ્યું. ચકમક અને પથ્થરનું રાજ હજારો વર્ષ ટક્યું. છેક .સ. 1827માં ગંધકની દીવાસળી શોધાઈ ત્યાં સુધી અગ્નિ પેટાવવાની એ જ જૂની રીત ચાલુ રહી હતી.   

શ્રી યશવંતભાઇ મહેતાની મંજૂરી લઇ આ લેખ પ્રકાશિત કર્યો છે. શ્રી સુરેશભાઇ જાનીએ આપેલ તેમનો પરિચય અહીં ક્લિક કરી વાંચો.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ