વિજ્ઞાન
પૈડું
શ્રી યશવંત મહેતા 
માનવ જાતની પ્રગતિમાં  ભાગ  ભજવનાર પહેલી સૌથી મહત્વની શોધ પૈડાં(ચક્ર)ની હતી એ શોધ  ક્યારે થઇ એ કહેવું મુશ્કેલ છે. કદાચ આ શોધ  આજથી વીસ  હજાર વર્ષ  અગાઉ  થઇ  હતી. કદાચ બળતણ માટે લાકડાંનું થડિયું  લઇ  જતા,  એને ગબડાવતા ગબડાવતા આદિ માનવને પૈડું બનાવવાનો ખ્યાલ  આવ્યો હશે. એક વાર પૈડું શોધાઈ ગયું તે  પછી તો  મનાવીએ  કૂદ કે ને ભૂસકે  પ્રગતિ કરવા માંડી.એક થી બીજી જગ્યાએ જવાનું અને માલ લઇ જવાનું સહેલું બની ગયું. એકબીજાનો સંપર્ક થયો અને એકબીજાના જ્ઞાનનો લાભ મળ્યો.જો કે પૈડાં વગર પ્રગતિ ન જ થાય એવું નથી. તમને એ જાણીને નવાઇ લાગશે કે અમેરિકા ખંડમાં પૈડાંની શોધ પહોંચી જ નહોતી! ત્યાંની ઇન્કા,માયા,આઝટેક અને ટોલટેકસંસ્કૃતિઓએ પૈડાં વગર જ ચલાવી લીધેલું. અમેરિકાના રેડ  ઇન્ડિયનોએ  પહેલ વહેલું પૈડું કોલંબસે અમેરિકા શોધ્યા પછી જ જોયું.

ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ