લેખન
ગુરૂ મહિમા ભાગ- 1
ગુરૂનો મહિમા ગાતા શ્રી વિનોબા ભાવે લખે છે કે-
શિલવાન સાધુ હોય છે,
પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે,
કરૂણાવાન માં હોય છે,
પરંતુ ગુરૂ તો સાધુ, જ્ઞાની અને માં ત્રણેય હોય છે.
ગુરૂ શબ્દનો ભાવાર્થ મારી દ્રષ્ટિએ કરું તો-
ગુ એટલે ગુણવાન,
રૂ એટલે ઋષિ.
તો ગુરૂનો અર્થ થયો- ગુણવાન ઋષિ. પ્રાચીન સમયમાં ઋષિઓના આશ્રમમાં શિક્ષા મળતી.
તો ગુરૂનો અર્થ થયો- ગુણવાન ઋષિ. પ્રાચીન સમયમાં ઋષિઓના આશ્રમમાં શિક્ષા મળતી.
મહાન થઇ ગયેલાં વ્યક્તિઓના જીવનચરિત્ર તપાસતાં એક વાત દિવા જેવી સ્પષ્ટ થાય છે કે દરેક મહાન વ્યક્તિના જીવનમાં ગુરૂનો સિંહફાળો છે. તે ગુરૂ પછી પત્ની સ્વરૂપે હોય કે પુત્ર સ્વરૂપે હોય , મિત્ર સ્વરૂપે હોય કે શિક્ષક સ્વરૂપે હોય . શું જેસલ જાડેજાને જેસલપીર બનાવનાર રાણી તોળાદેને જેસલના ગુરૂ ન માની શકાય? માટે જ કહું છું-
ચંદનમ્ શીતલમ્ લોકે, ચન્દનાત્ અપિ ચંદ્રમા,
ચન્દ્ર-ચન્દનયોઃ મધ્યે શીતલા ગુરૂ સંગતિઃ .
અર્થાત્ આ જગતમાં ચંદન શીતળ છે, ચંદન કરતાં ચંન્દ્રની ચાંદની વધારે શીતળતા આપે છે. ચંદન અને ચંન્દ્રની ચાંદની કરતાં પણ ગુરૂસંગતિ એટલે કે ગુરૂનો સહવાસ વધારે શીતળતા આપે છે.
ગુરૂના સહવાસથી મહાન બનેલી જાપાનની છોકરી તોતોચાન વિષે શું આપ નથી જાણતા? તેમ છતાં સાંભળોઃ
એક પાંચ-સાત વર્ષની છોકરી. નામ એનું તોતોચાન. તેની માતાએ જાપાનની એક પ્રાથમિક શાળામાં દાખલ કરી. છોકરી એવી તોફાની ને નટખટ કે એક ક્ષણ માટે પણ શાંતિથી બેસ ન શકે.શાળાના શિક્ષકે કંટાળીને તે શાળામાંથી નામ કઢાવી જવા તેની માતાને વિનંતી કરી. તોતોચાનનું નામ એ શાળામાંથી કાઢી નાખ્યું.
બીજી એક શાળામાં તેને દાખલ કરી. ત્યાં પ્રથમ જ દિવસે આચાર્ય શ્રી કોબાયાશી સાથે ત્રણ ત્રણ કલાક સુધી ગાંડીઘેલી ભાષામાં વાતો કરી. વાતો સાંભળીને તે એક જ વાક્ય બોલ્યાઃ" તું બહુ જ સુંદર છોકરી છે." આચાર્યના આ એક જ વાક્યએ આ બાલિકાને અત્યારે જાપાનની સુવિખ્યાત ટી.વી. કલાકાર તરીકે પ્રસિદ્ધ કરી મૂકી. જો ગુરૂનું આ એક વાક્ય વ્યક્તિનું જીવન પલટાવી શકતું હોય તો ગુરૂના શબ્દોમાં કેવી દિવ્ય શક્તિ છે તે આપ જાણી શકશો.
અને અંતે મારી રચેલી બે પંક્તિ ગુરૂના ચરણોમાં અર્પણ કરી મારી વાતને વિરામ આપું છું-
ગુરૂ મારી દુનિયા ને દુનિયાનો હુ દાસ,
ગુરૂ મારૂં જીવન ને જીવનની એ આશ.
ગુરૂ મારી દુનિયા ને દુનિયાનો એ જીવ,
ગુરૂ મારૂં જીવન ને જીવનની એ શિવ.
શ્રી રૂપાવટી પ્રા.શાળા, તા- જસદણ
ટિપ્પણી પોસ્ટ કરો
1 ટિપ્પણીઓ
Click here for Arunachal Pradesh Police Constable Admit Card
જવાબ આપોકાઢી નાખોDownload Karur District Court Recruitment Notification & Apply here here